સોમનાથમાં લગ્ન પ્રસંગોમાં પ્રાચીન લોકવાદ્ય ઢોલ - શરણાઈનો ક્રેઝ

ડીજે, પેનડ્રાઈવ શરણાઈ, બેન્ડ વાજા અન્ય ઝળહળતા ધમાકેદાર વિકલ્પોની ઉપલબ્ધતામાં લગ્ન પ્રસંગોમાં શરણાઈની સુરાવલીઓ અને ઢોલના ધમધમાટ સાથે લોકો પ્રસંગ ઉજવે છે

સોમનાથમાં લગ્ન પ્રસંગોમાં પ્રાચીન લોકવાદ્ય ઢોલ - શરણાઈનો ક્રેઝ

(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ પાટણ તા.ર૭
સોમનાથ-પ્રભાસ પાટણમાં લગ્નોત્સવમાં ઢોલ-શરણાઈનો દબદબો હજુયે યથાવત છે. વિકલ્પોમાં ડીજેની શાનદાર છવાઈ જાય તેવી અવાજ શક્તિ પેન ડ્રાઈવમાં વાગતી મધુરી શરતણાઈઓ, યુનિફોર્મ પહેરેલા મોટા-મોટા ભુંગળાવાળા ઢમ ઢમ વાગતા બેન્ડ-વાજા ઉપલબ્ધ હોવા છતાં  હજુયે મોટાભાગનો વર્ગ પ્રસંગોમાં ઢોલ-શરણાઈ પસંદ કરે છે. સોમનાથ મંદિરમાં વર્ષો સુધી ચોઘડીયા શરણાઈ બજાવી વય મર્યાદા નિવૃત્ત થયેલા નથુ કાનજી મકવાણા કહે છે  અમારી ચોથી પેઢી આ વ્યવસાયમાં કાર્યરત છે. તેના પુત્ર મુકેશ નથવાણા હાલ સોમનાથ મંદિર શરણાઈ વાદકમાં કાર્યરત છે.  નથુભાઈ કહે છે અમે લગ્ન પ્રસંગને અનુરૂપ માહોલ મુજબ ઢોલ-શરણાઈ વગાડીએ છીએ. મંડપારોપણ  પ્રસંગે બે બે શરણાઈ વાદકો ‘મોટો માંડવડો રોપાવો મારા રાજ’ ફુલેકા ગીત  બે બે ઢોલવાળાના તાલસુરમાં વગાડીએ છીએ.  લગ્ન પ્રસંગમાં વગાડવાનો કે ડોલવાનો સૌથી વધુ આનંદ વરઘોડા સમયે હોય છે. ત્યારે જ અમારી ઓળખ અને કસોટી હોય છે. વરઘોડો રાજમાર્ગ ઉપર ફરતો હોય ત્યારે ‘રાજા કી આયેગી બારાત.. મગ્ન મેં’ આયે હો મેરી જીંદગી મેં તુમ બહાર બનકે..’ અને વરઘોડો જેવો કન્યાના માંડવા પહોંચે ત્યારે બહોરા ફુલ બરસાઓ, મેરા મહેબુબ આયા હૈ.. વરઘોડામાં આજ મેરે યાર કી શાદી હૈ, દુલ્હે કા શહેરા સુહાના લગતા હૈ,  યે દેશ હૈ વીર જવાનો કા.., શરણાઈની સુરાવલીઓ અને બેબે ઢોલની દાંડીપીટથી વરઘોડામાં લોકો પુરૂષ-મહિલાઓ મન ભરીને નાચે છે અને વર્તુળાકારે રાસ-ગરબા લઈ જમાવટ કરે છે. નથુભાઈ કહે છે  આભલા મઢેલો કચ્છી ઢોલ, તેના ઉપર નેતરની પીટાતી દાંડીઓ નવું જાેમ પુરે છે અને સૌને ડોલાવે છે. જુની ૧૯૬૦-૮૦ ના દાયકાની ફિલ્મોના ગીતો શરણાઈઓમાં વગાડવા અવાર-નવાર ફરમાઈશો થતી રહે છે. 
લગ્નનાં વિદાય પ્રસંગે અમે ઢોલ-શરણાઈમાં દિકરી તો પારકી થાપણ કહેવાય.., બાબુલ કી દુવાએ લેતી જા.., છોડ બાબુલ કા ઘર.. જેવા અનુરૂપ ગીતો શુરાવલીમાં વગાડી પ્રસંગ વિદાયને વધુ કરૂણામય અનુભુતી કરાવીએ છીએ.  જાે કે હવે વાદ્ય વાદકોને મંડપારોપણ  અને વરઘોડામાં જ માત્ર બોલાવે છે.