ર૦૦રના ગુજરાત રમખાણ કેસમાં ર૩ વર્ષ જેલમાં વિતાવનાર ૩ આરોપીઓને અમદાવાદની અદાલતે નિર્દોષ જાહેર કર્યા
(બ્યુરો) અમદાવાદ તા.૬:
અમદાવાદની અદાલતે ૨૦૦૨ના કોમી રમખાણો સંબંધિત ૨૩ વર્ષ જૂના કેસમાં ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં, એક સમયે એવો દાવો કરવામાં આવ્યો હતો કે રમખાણો દરમિયાન ત્રણ માણસો હથિયારો સાથે જોવા મળ્યા હતા, જેમાંથી એક છદ્ભ-૪૭ જેવી ઓટોમેટિક
રાઈફલ ધરાવતો હતો. જો કે, વર્ષો પછી પણ, ન તો વિડીયોટેપ કે ન તો કોઈ નક્કર પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
આ કેસ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલી બે હ્લૈંઇ પરથી ઉદભવ્યો છે. ફરિયાદ તે સમયે વિસ્તારના શાંતિ સમિતિના સભ્ય સતીશ દલવાડી દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમણે રમખાણો દરમિયાન આરોપીઓ, આલમગીર શેખ, હનીફ શેખ, ઇમ્તિયાઝ શેખ, રઉફમિયાં સૈયદ અને અન્ય ઘણા લોકોનું વિડીયો રેકોડિર્ગ કર્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. રાઠોડે સતીશને વિસ્તારમાં થતી કોઈપણ હિસાનું ફિલ્માંકન કરવા સૂચના આપી હતી.
પોલીસ તપાસ મુજબ, સતીશે રજૂ કરેલા ફૐજી કેસેટમાં ઇમ્તિયાઝ પાસે ઓટોમેટિક હથિયાર (જેમ કે છદ્ભ-૪૭) અને અન્ય એક વ્યક્તિ રિવોલ્વર સાથે દેખાય છે. તેના આધારે, આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા અને શસ્ત્ર અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.


