અમદાવાદ સુરતમાં ગરબા આયોજકો પર GSTની ટીમના દરોડા

અમદાવાદ સુરતમાં ગરબા આયોજકો પર GSTની ટીમના દરોડા
www.indifi.com

અમદાવાદ અને સુરતના ગરબા આયોજન પર GSTની આશરે10 ટીમ દ્વારા રેડ પાડવામાં આવી છે. અમદાવાદ સાથે સુરતની સુવર્ણ નવરાત્રિમાં આ રેડ કરવામાં આવી છે. આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વા મંત્રીના ગરબામાં રેડ પાડવામાં આવી છે. જેને પગલે મોટા આયોજકોમાં ફફડાટ ફેલાયો છે. બ્લેકમાં વેચાતા પાસને લઈ GST વિભાગે હવે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.