ગરબા નું આયોજન કરવા માટે અમદાવાદ માં ફાયર સેફટી સર્ટિફિકેટ ફરજીયાત

ગરબા નું આયોજન કરવા માટે અમદાવાદ માં ફાયર સેફટી સર્ટિફિકેટ ફરજીયાત
pintrest

અમદાવાદ માં ગરબા ના આયોજન માટે ફાયરવિભાગ દ્વારા ફાયર સેફ્ટીને લઈને ફાયર સેફટી સર્ટિફિકેટ માટે જરૂરી 32 મુદ્દાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર બહાર પડી છે. આ SOP ના મુદ્દા પ્રમાણે આયોજકોએ માત્ર ફાયર વિભાગ જ નહીં પરંતુ પોલીસ, ટ્રાફિક વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અન્ય સંબંધિત વિભાગો પાસેથી પણ જરૂરી મંજૂરી લેવી પડશે. આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાયર) વિપુલ ઠક્કરે કહ્યું કે, અમદાવાદ જેવા મોટા શહેરોમાં લોકો લાખોની સંખ્યામાં  ગરબાના આયોજનમાં ભાગ લેતા હોય છે. ત્યાંરે કોઈ અનિચ્છનીય બનાવના બને તેને ધ્યાનમાં રાખી આ SOPનો આયોજકોએ ફરજિયાત અમલ કરવાનો રહેશે.