નેપાળ – કાઠમંડુ ખાતે તોફાનો અને અરાજકતાની સ્થિતિને પગલે ફસાયેલા નાગરીકો માટે હેલ્પલાઈન નંબર જાહેર

નેપાળ – કાઠમંડુ ખાતે તોફાનો અને અરાજકતાની સ્થિતિને પગલે ફસાયેલા નાગરીકો માટે હેલ્પલાઈન નંબર જાહેર
રાજકોટ, તા.૧૦ : નેપાળની રાજધાની કાઠમંડુમાં એકાએક ઉદ્દભવેલાં લોકજુવાળ-તોફાનો અને અરાજકતાની સ્થિતિને પગલે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્યાં ફસાયેલા કે મુસાફરી કરી રહેલા જિલ્લાના નાગરિકો માટે તાત્કાલિક હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. જો સુરેન્દ્રનગરના કોઈ નાગરિકો નેપાળમાં ફસાયા હોય અથવા ત્યાં પ્રવાસે હોય, તો તેમના પરિવારજનોને તાત્કાલિક નીચે દર્શાવેલા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત, જો કોઈ ભારતીય નાગરિક કાઠમંડુમાં સંપર્કમાં હોય, તો તેમને પણ આ હેલ્પલાઇન નંબરની જાણ કરવા માટે અપીલ કરાઈ છે. નેપાળ સ્થિત ભારતીય એમ્બેસીના હેલ્પલાઇન નંબર +977 - 980 860 2881, +977 - 981 032 6134 ઉપર સંપર્ક કરવા તેમજ ભારત ખાતે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, ગાંધીનગર ફોન નંબર:- 079 - 23251900, 079 - 23251902, 079 - 23251914 અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, સુરેન્દ્રનગર ફોન નંબર:- 02752 - 284300, 02752 - 285300 ઉપર સંપર્ક કરવા મામલતદાર ડિઝાસ્ટરશ્રીની યાદીમાં જણાવાયું છે.


