બ્રિટનમાં યહુદી પ્રાર્થના સ્થળની બહાર આતંકવાદી હુમલો : બેના મોત : હુમલાખોર પણ ઠાર

બ્રિટનમાં યહુદી પ્રાર્થના સ્થળની બહાર આતંકવાદી હુમલો : બેના મોત : હુમલાખોર પણ ઠાર

(એજન્સી)              લંડન તા.૦૩
ગુરુવારે યુકેના માન્ચેસ્ટરમાં એક સિનાગોગની બહાર થયેલા આતંકવાદી હુમલામાં બે યહૂદીઓ માર્યા ગયા હતા અને ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યહુદીઓના યોમ કિપ્પુર તહેવાર નિમિત્તે ક્રમ્પ્સોલ વિસ્તારમાં પ્રાર્થના માટે ઘણા યહૂદીઓ એકઠા થયા હતા ત્યારે હુમલાખોરે તેમની કાર તેમની વચ્ચે ધસી ગઈ અને પછી ગોળીબાર કર્યો.
પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને હુમલાખોરનું એન્કાઉન્ટર કર્યુ, જેના પરિણામે તેનું મોત નીપજ્યું હતું. યોમ કિપ્પુર પર, યહૂદીઓ પ્રાર્થના કરે 
છે અને ભૂતકાળના ખોટા કાર્યો માટે માફી માંગે છે.