ચાર યુરોપીયન દેશો સાથે ભારતે મુક્ત વ્યાપાર કરાર કર્યો : ૧ ઓકટોબરથી અમલ
(એજન્સી) નવી દિલ્હી તા.૧૯:
અમેરિકા તરફથી ૫૦ ટકા ટેરિફ અને ટ્રેડ ડીલને લઈને મૂંઝવણ વચ્ચે ભારત વેપાર માટે વૈવિધ્યસભર અભિગમ અપનાવી રહ્યું છે. ભારતે બ્રિટન સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. હવે ભારત અને યુરોપનાં ચાર દેશો વચ્ચે એફટીએ કરાર ૧ ઓક્ટોબરથી અમલમાં આવશે. યુરોપિયન ફ્રી ટ્રેડ યુનિયન (ઇએફટીએ) માં આઇસલેન્ડ, લેઇચસ્ટેઇન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે. બંને પક્ષોએ ૧૦ માર્ચે ઇકોનોમિક પાર્ટનરશિપ (ટીપીએ) પર હસ્તાક્ષર કર્યા હતાં. આ કરાર હેઠળ ભારતને લગભગ ૧૦૦ બિલિયન યુએસ ડોલરના રોકાણની ખાતરી આપવામાં આવી છે. તે પ્રથમ ૧૦ વર્ષમાં ૫૦ અબજ ડોલરનું રોકાણ કરશે અને બાકીની રકમ આગામી પાંચ વર્ષમાં કરશે. એવું માનવામાં આવે છે કે આ કરારથી ભારતમાં લગભગ ૧૦ લાખ સીધી નોકરીઓનું સર્જન થશે.


