પુરગ્રસ્ત પંજાબની સહાયે ગુજરાત

પુરગ્રસ્ત પંજાબની સહાયે ગુજરાત

પંજાબમાં આવેલા પૂરને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાને રાખીને, ગુજરાત સરકારે માનવતાના પગલે  મદદ કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા પંજાબના પુરગ્રસ્ત લોકોને જીવનજરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ સહાય ગાંધીનગર રેલવે સ્ટેશનથી ટ્રેન મારફતે પંજાબ મોકલવામાં આવશે. મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલ પોતે આ સહાય સામગ્રીને રવાના કરાવશે, જે ગુજરાતની સંવેદનશીલતા અને અન્ય રાજ્યો પ્રત્યેની ભાઈચારાને દર્શાવે છે. આ સહાયમાં શુધ્ધ પીવાનું પાણી, ખાદ્ય સામગ્રી, કપડાં, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થાય છે, જે પૂરથી પ્રભાવિત થયેલા હજારો પરિવારો માટે અત્યંત જરૂરી છે.