ભારતીય સેનાએ શરૂ કર્યો પહેલો ડ્રોન યુદ્ધાભ્યાસ, પાકિસ્તાનને મળશે વધુ આકરી સજા

ભારતીય સેનાએ શરૂ કર્યો પહેલો ડ્રોન યુદ્ધાભ્યાસ, પાકિસ્તાનને મળશે વધુ આકરી સજા

ભારતીય સેનાએ ભવિષ્યના પડકારોની અપેક્ષાએ ડ્રોન યુદ્ધાભ્યાસ કરી પોતાની તાકાત વધારી રહી છે. ભારતીય સેનાએ અંબાલા નજીક નારાયણગઢ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે સેનાને એર કોઓર્ડિનેશન એક્સરસાઇઝ કરી રહી છે. પશ્ચિમ કમાન્ડના લેફ્ટનન્ટ જનરલ મનોજકુમાર કટિયારના જણાવ્યા મુજબ, સેનાએ ઊંચાઈવાળા વિસ્તારોમાં સપ્લાય કામગીરી માટે ડ્રોનનો વ્યાપક ઉપયોગ કરી રહી છે. ઓપરેશન સિંદૂરથી ડ્રોન કામગીરી અંગે મહત્વપૂર્ણ પાઠ શીખવા મળ્યા છે. ત્યારે ડ્રોનના ઉત્પાદન અને તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરાય રહ્યું છે. આ પાંચ દિવસની આ કવાયત પશ્ચિમ અને દક્ષિણ કમાન્ડ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ કવાયતમાં, બંને કમાન્ડને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. બંને એકબીજા સાથે અલગ દેશો તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. બંને એકબીજા પર ડ્રોન બોમ્બ ફેંકી રહ્યા છે અને તેનાથી બચવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.