વલસાડમાં નિર્માણાધીન બ્રીજનું માળખુ તુટી પડતા પાંચ મજુરો દટાયા : ૧ ગંભીર
(બ્યુરો) વલસાડ તા.૧૨
વલસાડમાં ઔરંગા નદી પર બાંધવામાં આવી રહેલા બ્રીજનો સ્લેબ આજે ધડાકાભેર તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી તેમાં પાંચ મજુરો કાટમાળ હેઠળ દટાતા દાખલ થયા હતા. વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યું હોવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં પાંચ શ્રમિકો નીચે પટકાયા હતા અને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતા.
કૈલાશ રોડ ઉપર નિર્માણધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે ૯ વાગ્યાના અરસામાં બે પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા પાંચેક જેટલા શ્રમિકોને ઇજા પહોંચી છે. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતા.


