આંધ્રપ્રદેશમાં ભીષણ માર્ગ અસ્માત : બસ ઉંડી ખીણમાં ખાબકતા ૧૦ના મોત
(એજન્સી) હૈદરાબાદ તા.૧૨
આંધપ્રદેશનાં ચિતુર નજીક સર્જાયેલી એક ગમખ્વાર માર્ગ દુર્ઘટનામાં ૩૫ મુસાફરો
સાથેની બસ ખીણમાં ખાબકતા
૧૦ લોકોના મોત નીપજયા હતા. અને ૧૫ થી વધુ ઘાયલ થયા હતા.અકસ્માતની જાણ થતાં જ બચાવ રાહત કાફલો દોડી ગયો
હતો અને રેસ્કયુ ઓપરેશન
હાથ ધરવામાં આવ્યું હતું. ચિત્તૂરમાં ૩૫ મુસાફરો ભરેલી બસ ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત થઈ ચુક્યા છે.


