રાજસ્થાનના હનુમાનગઢના ખેડુતો વિફર્યા : ૧૪ વાહનો ફુંકી માર્યા : લાઠીચાર્જ-પથ્થરમારો - ઈન્ટરનેટ બંધ

રાજસ્થાનના હનુમાનગઢના ખેડુતો વિફર્યા : ૧૪ વાહનો ફુંકી માર્યા : લાઠીચાર્જ-પથ્થરમારો - ઈન્ટરનેટ બંધ

(એજન્સી)  હનુમાનગઢ તા.૧૧
હનુમાનગઢમાં ઇથેનોલ ફેક્ટરી બનાવવા મામલે ચાલી રહેલા વિરોધપ્રદર્શનમાં આજે તણાવ વધવાની આશંકા છે. કોંગ્રેસના નેતાઓ અને ખેડૂતોએ ચેતવણી આપી છે કે જ્યાં સુધી માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.  ખેડૂતોએ જિલ્લાના રાઠીખેડા ગામમાં નિર્માણાધીન ડ્યુન ઇથેનોલ પ્રાઇવેટ લિમિટેડ ફેક્ટરીની દીવાલ તોડી નાખી હતી. ત્યાર બાદ ભડકેલી હિંસામાં ભારે આગચંપી અને પથ્થરમારો થયો હતો. લાઠીચાર્જ અને ટિયરગેસના શેલ છોડવાથી ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ ૧૪ વાહનોને આગ ચાંપી દીધી. કોંગ્રેસના ધારાસભ્ય અભિમન્યુ પુનિયાને પણ લાઠીચાર્જમાં માથામાં ઈજા થઈ છે. હિંસામાં ૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે તણાવને કારણે આ વિસ્તારમાં શાળા-કોલેજ અને ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યાં છે.