શ્રીનગરમાં માઈનસ બે ડીગ્રી તાપમાન નોંધાયુ : હિમાચલમાં ઝરણા થીજી ગયા
(એજન્સી) નવી દિલ્હી તા.૧૨:
ડિસેમ્બરની શરૂઆત સાથે, દેશના મોટાભાગના ભાગો શીત લહેરની ઝપેટમાં આવી ગયા છે. કાતીલ ઠંડીનો દોર ચાલી રહ્યો છે. આજે અનેક રાજ્યોમાં શીત લહેરની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને રાજસ્થાન સહિત આશરે ૧૫ રાજ્યો માટે તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસ માટે રેડ અને ઓરેન્જ ચેતવણી જારી કરી છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં લોકો તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. કાશ્મીરમાં ઘણી જગ્યાએ તાપમાન શૂન્યથી નીચે ઉતરી ગયું છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં લઘુત્તમ તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે, અને ઘણી જગ્યાએ તાપમાન સામાન્યથી નીચે આવી ગયું છે. લાહુલ
સ્પીતી અને આદિવાસી જિલ્લાઓમાં તાપમાન શૂન્યથી નીચે જવાને કારણે કુદરતી જળસ્ત્રેત થીજી ગયા છે. કિન્નૌર. કાશ્મીરમાં ઝોજી લા પાસ ખાતે સૌથી ઓછું તાપમાન -૧૮.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.


