દિલ્હી વિસ્ફોટ બાદ દેશના ૧૧ રાજયોમાં હાઈએલર્ટ  અયોધ્યા, કાશી, મથુરા સહિતના મંદિરોની સુરક્ષામાં વધારો

દિલ્હી વિસ્ફોટ બાદ દેશના ૧૧ રાજયોમાં હાઈએલર્ટ  અયોધ્યા, કાશી, મથુરા સહિતના મંદિરોની સુરક્ષામાં વધારો

(એજન્સી)     નવી દિલ્હી તા.૧૧
સોમવારે સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ બ્લાસ્ટ બાદ, ૧૧ રાજ્યોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દિલ્હી-દ્ગઝ્રઇ, હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, ગુજરાત અને છત્તીસગઢનો સમાવેશ થાય છે.
તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઝ્રૈંજીહ્લએ ૈંય્ૈં એરપોર્ટ અને મેટ્રો સ્ટેશનો સહીત દિલ્હી-દ્ગઝ્રઇ હાઇ એલર્ટ પર રાખ્યું છે. મહારાષ્ટ્રમાં પણ પોલીસ હાઇ એલર્ટ પર છે. મુંબઈમાં મુખ્ય સ્થળો, નાગપુરમાં ઇજીજી હેડક્વાર્ટર સહીત રાજ્યના મુખ્ય સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના સંવેદનશીલ જિલ્લાઓ, જેમ કે અયોધ્યા, કાશી અને મથુરામાં પોલીસ એલર્ટ પર છે. મંદિરો, બજારો, રેલવે સ્ટેશનો અને જાહેર સ્થળોએ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ક્વિક રિસ્પોન્સ ટીમો (ઊઇ્જ) અને આતંકવાદ વિરોધી ટુકડીઓ (છ્જી)ને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.