અમદાવાદના ઈસનપુરમાં આજે સવારથી મેગા ડિમોલીશન : ૯રપ મકાનો-દબાણો દુર કરાશે

અમદાવાદના ઈસનપુરમાં આજે સવારથી મેગા ડિમોલીશન : ૯રપ મકાનો-દબાણો દુર કરાશે

(બ્યુરો)     અમદાવાદ તા.૨૪
અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર તળાવમાં કરવામાં આવી રહ્યું છે. ઈસનપુર તળાવમાં છેલ્લાં અનેક વર્ષોથી દબાણો કરવામાં આવ્યાં હતાં. ચંડોળા તળાવની જેમ જ ઈસનપુર તળાવમાં ૧,૦૦૦થી વધારે લોકો રહે છે. તમામ દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી આજે સવારે શરૂ કરાઈ છે. ૨૦ ત્નઝ્રમ્ મશીન અને ૫૦૦ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને મજૂરોએ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી.
ઈસનપુર અમદાવાદનું ત્રીજા નંબરનું મોટું તળાવ છે. પહેલા તળાવમાં ૧૬૭ કોમશિર્યલ બાંધકામ તોડાયા હતા ત્યારે હવે ૯૨૫ રહેણાંક બાંધકામ તોડવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને ચોમાસા પહેલા રહેણાંક મકાનોને નોટિસ પાઠવી હતી, પરંતુ દિવાળીના કારણે ડિમોલિશન કરાયું નહોતું.
હાલ ૪ ભાગમાં ડિમોલિશનની કામગીરી ચાલુ છે. અગાઉ ૨૦ નવેમ્બરના રોજ ડિમોલિશન કરવાનું હતું, પરંતુ સ્થાનિકોએ ૪ દિવસનો સમય માંગતા આજે ૨૪ નવેમ્બરે ડિમોલિશન કાર્યવાહી શરૂ કરાઈ છે.
ડિમોલિશનને લઈને 
૧૦ નાગરિકો હાઇકોર્ટમાં 
ગયા હતા અને હાઇકોર્ટે વોટર બોડી હોવાને કારણે ડિમોલિશન માટે હુકમ કર્યો હતો. સાથેજ તે ૧૦ લોકોને સમય આપવા કહ્યું હતું.