જસ્ટિસ સુર્યકાંત દેશના પ૩મા મુખ્ય ન્યાયધિશ બન્યા

જસ્ટિસ સુર્યકાંત દેશના પ૩મા મુખ્ય ન્યાયધિશ બન્યા

(એજન્સી)નવી દિલ્હી તા.૨૪
સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં આજે આયોજિત એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ સૂર્યકાંતને ભારતના ૫૩મા ચીફ જસ્ટિસ (ઝ્રત્નૈં) પદના શપથ લેવડાવ્યા હતા. શપથ બાદ ઝ્રત્નૈં સૂર્યકાંતે રાષ્ટ્રપતિ ભવનમાં ઁસ્ મોદી અને અન્ય લોકો સાથે મુલાકાત કરી હતી. શપથ લીધા બાદ જસ્ટિસ સૂર્યકાંત ભૂતપૂર્વ ઝ્રત્નૈં બીઆર ગવઈને ભેટી પડ્યા અને તેમના માતાપિતાને પણ પગે લાગ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં બ્રાઝિલ સહિત સાત દેશોના મુખ્ય ન્યાયાધીશો અને સુપ્રીમ કોર્ટના જજ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઁસ્ નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં આવું પહેલીવાર બન્યું કે આટલું મોટું આંતરરાષ્ટ્રીય ન્યાયિક પ્રતિનિધિમંડળ ઝ્રત્નૈંના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યું. ભૂટાન, કેન્યા, મલેશિયા, મોરેશિયસ, નેપાળ અને શ્રીલંકાના મુખ્ય ન્યાયાધીશો અને તેમના પરિવારોએ આ સમારોહમાં હાજરી આપી. વર્તમાન ઝ્રત્નૈં બીઆર ગવઈનો કાર્યકાળ રવિવાર ૨૩ નવેમ્બરના રોજ સમાપ્ત થયો. જસ્ટિસ સૂર્યકાંત તેમની જવાબકારી સંભાળશે. જસ્ટિસ સૂર્યકાંત ૯ ફેબ્રુઆરી, ૨૦૨૭ના રોજ નિવૃત્ત થશે અને તેમનો કાર્યકાળ લગભગ ૧૪ મહિનાનો રહેશે.