ર૦ સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ભાવનગર આવશે : રોડ-શો પણ કરશે
બ્યુરો) ભાવનગર તા.૧૨ :
આગામી તા.૨૦ સપ્ટેમ્બર શનિવારે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ભાવનગર આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે અને તેઓની આ મુલાકાત સાથે વડાપ્રધાનના રોડ શો માટે તખતો પણ ગોઠવાઈ રહ્યો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર કાયદા અને કોર્પોરેશન સહિતના સરકારી તંત્રો દ્વારા પણ વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે તૈયારીઓ શરૂકરી દેવામાં આવી છે. વડાપ્રધાન ભાવનગરમાં બે કલાકથી વધુ સમય રોકાણ કરશે અને તેઓ રોડ શો પણ કરે તેવી શકયતા છે. જોકે હજી સુધી સત્તાવાર તંત્ર દ્વારા કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી.


