દુષ્કર્મ કેસના આરોપી આસારામને ગુજરાત હાઇકોર્ટે ૬ મહિનાના વચગાળાના જામીન આપ્યા

દુષ્કર્મ કેસના આરોપી આસારામને ગુજરાત હાઇકોર્ટે ૬ મહિનાના વચગાળાના જામીન આપ્યા
Facebook

અમદાવાદ, તા.૧૦
ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૩ના બળાત્કાર કેસમાં દોષી ઠરાવવામાં આવેલા આસારામ તા.૬ મહિનાના જામીન મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આસારામ બળાત્કાર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. અગાઉ હાઈકોર્ટએ રાજ્ય સરકારને આસારામની તબિયત વિશે અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. આસારામના વકીલોએ અદાલતને માહિતી આપી હતી કે આસારામની એક અન્ય બળાત્કાર કેસમાં દાખલ જામીન અરજી રાજસ્થાન હાઈકોર્ટમાં ૨૯ ઓક્ટોબરે સાંભળવાની છે. અગાઉ રાજસ્થાન હાઈકોર્ટે જાેધપુર બળાત્કાર કેસમાં ગયા મહિને આસારામને તેના અત્યંત કથળી ગયેલ આરોગ્યને ધ્યાનમાં રાખીને છ મહિનાની સજા સ્થગિત રાખી હતી અને વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. અદાલતે નોંધ્યું હતું કે, જરૂરી ચિકિત્સા સુવિધાઓ જેલમાં ઉપલબ્ધ નથી. ઉલ્લેખનીય છે કે, જાેધપુર સેશન્સ કોર્ટએ એપ્રિલ ૨૦૧૮માં આસારામને ૨૦૧૩માં પોતાના આશ્રમમાં સગીર યુવતીના બળાત્કાર બદલ આજીવન કેદની સજા ફટકારી હતી. ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેંચ ન્યાયમૂર્તિ ઇલેશ જે. વોરા અને ન્યાયમૂર્તિ આર.ટી. વછાણીની અધ્યક્ષતામાં કેસની સુનાવણી દરમ્યાન કોર્ટે મૌખિક રીતે જણાવ્યું હતું કે રાજસ્થાન હાઈકોર્ટની જેમ જ અમે એ જ ધોરણે આદેશ આપીશું. છ મહિનાનો સમય આપવામાં આવશે. અલબત્ત કેસની વિગતવાર લેખિત આદેશ હજી જાહેર થવાનો બાકી છે. સુનાવણી દરમ્યાન સિનિયર એડવોકેટે દલીલ કરી હતી કે રાજસ્થાન હાઈકોર્ટે પહેલેથી જ છ મહિનાની સજા સ્થગિત રાખવાનો આદેશ આપ્યો છે, તેથી ગુજરાત હાઈકોર્ટ પણ તબીબી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમાન રાહત આપે. તેમણે કહ્યું કે તેમના આરોગ્ય અને ઉંમર ધ્યાનમાં લે. અમે સજાની સામેની અપીલની સુનાવણી વખતે દલીલ કરીશું. કેસમાં વિલંબ કરવાનો કોઈ ઈરાદો નથી. રાજ્ય સરકારના વકીલે અદાલતને જણાવ્યું કે, જાે રાજસ્થાનની જેલમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ ન હોય, તો આસારામને ગુજરાતની જેલમાં સ્થાનાંતરિત કરીને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવી શકાય. બીજી બાજુ, પીડિતાની તરફથી વકીલ સિનિયર એડવોકેટે વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે, તે ખાસ હોસ્પિટલમાં લાંબી સારવાર લેવાનું કહે છે, પરંતુ ગયા સમયે પણ તે ભારતભરમાં પ્રવાસ કરવા ઈચ્છતા હતા. આ બાબત રાજસ્થાન હાઈકોર્ટના ૨૭ ઓગસ્ટના આદેશમાં પણ નોંધાયેલી છે. હાલના તબીબી પ્રમાણપત્રો દર્શાવે છે કે તે ગંભીર હાલતમાં નથી, તેથી તાત્કાલિક જામીનની જરૂર નથી. 
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજસ્થાન હાઈકોર્ટે તબીબી અહેવાલના આધારે આસારામની તાત્કાલિક જામીન અરજી ફગાવી હતી અને તેને ૩૦ ઓગસ્ટ સુધી આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. આમ સુરત અને જાેધપુરમાં દુષ્કર્મ કેસમાં દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા ૮૬ વર્ષીય આસારામને ગુજરાત હાઈકોર્ટે ૬ મહિનાના જામીન આપ્યા છે અને તેના માટે તબીબી પરિસ્થિતિ અને ઉંમરને ધ્યાનમાં રાખીને રાહત આપવામાં આવી છે.