ગુજરાતમાં પ્રતિ એક લાખે ર૬ર લોકોને ડાયાબીટીસ : રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધુ

ગુજરાતમાં પ્રતિ એક લાખે ર૬ર લોકોને ડાયાબીટીસ : રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ વધુ

અમદાવાદ તા.૧૪: 
વિશ્વના ડાયાબિટીક લોકોની રાજધાની જેવા ભારતમાં પણ જો કોઈ રાજયમાં આ એક સમયના રાજરોગ પરંતુ હાલમાં આમ આદમીને પણ લાગુ પડી રહેલા ડાયાબીટીસએ ગુજરાતે હવે વધુ ચિંતા કરવાની જરૂર છે અને ડાયાબીટીસ સંબંધી રોગમાં હવે ગુજરાત દેશમાં સાતમા સ્થાને પહોંચી ગયુ છે.
જો કે નાના રાજયોમાં સમૃદ્ધ ગણાતુ હરિયાણા આ રોગમાં પ્રથમ સ્થાને છે. એક સમયે ડાયાબીટીસ કે મધુપ્રમેહને શરીરની બગડેલી ઈમ્યુન સીસ્ટમના એક ભાગ ગણાતી હતી પણ હવે ડાયાબીટીસ 
હૃદયરોગ સહિતના અનેક 
રોગોને નિયંત્રણ આપનારો જ નહી તેને ઘાતક બનવા માટે સૌથી વધુ મદદરૂપ બની ગયા છે.
દેશના રાજયોમાં પ્રતિ ૧ લાખની વસ્તીએ ૧૯૯૦માં ગુજરાતમાં ૧૫૭ લોકો ૧૯૯૦ના વર્ષમાં ડાયાબીટીક હતા તે હવે ૨૦૨૧માં છેલ્લી ગણતરી થયા બાદ ૨૬૨ થયા છે. આમ ૦.૫૭%નો વધારો થયો છે પણ સૌથી મહત્વની બાબત એ છે કે કોરોના કાળ બાદ જે રીતે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી છે. તેના કારણે અનેક રોગો માટે શરીરમાં સાનુકુળતા વધી છે.