સાયબર ઠગોએ ૯ માસમાં ગુજરાતીઓના રૂા.૧૦૧૧ કરોડ પડાવી લીધા
(બ્યુરો) અમદાવાદ તા. ૧૦ :
ગુજરાતને જાણે સાયબર ગુનેગારોએ તેમના રમતનું મેદાન બનાવી દીધું હોય, તેમ રાજયભરમાં સાયબર છેતરપિંડીની ફરિયાદો તીવ્રતાથી ફેલાઈ રહી છે. ૨૦૨૫ના પહેલા નવ મહિનામાં જ ગુજરાતમાં સાયબર છેતરપિંડીની ફરિયાદોમાં વધારો જોવા મળ્યો છે, જે ૨૦૨૦ પછી નોંધાયેલા આવા તમામ કેસોના લગભગ ૩૦% છે. સીઆઈડી (ક્રાઈમ) દ્વારા શેર કરાયેલા નેશનલ ક્રાઈમ રેકોડ્ર્સ બ્યુરો પોર્ટલના તાજેતરના ડેટા અનુસાર, જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન જ ૧,૦૧૧ કરોડ રૂપિયાની છેતરપિંડીની ૧.૪૨ લાખ ફરિયાદો નોંધાઈ છે.
છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયેલા કુલ ૪.૮૧ લાખ ફરિયાદો અને ૩,૩૮૭.૦૨ કરોડ રૂપિયાના છેતરપિંડીમાં આ તીવ્ર વધારો દર્શાવે છે. આ અંગે લોકોએ પણ જાગૃત થવાની તાતી જરૂરીયાત છે.


