વલસાડ જીલ્લામાં ગેરકાયદે ચાલતી ફેકટરીમાંથી ર૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું
(બ્યુરો) વલસાડ તા.૬:
વલસાડ જિલ્લાના અટગામ વિસ્તારમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડ્ઢઇૈં) દ્વારા ગુપ્ત માહિતીના આધારે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડ્ઢઇૈં એ અહીં ગેરકાયદે રીતે ચાલતી એક ડ્રગ્સ મેન્યુફેક્ચરિગ ફેક્ટરીનો પર્દાફાશ કરીને અંદાજિત રૂ. ૨૦ કરોડથી વધુ કિમતનો ૧૧૪ કિલોગ્રામ પ્રવાહી ડ્રગ્સનો તૈયાર જથ્થો જપ્ત કર્યો છે.
ડ્ઢઇૈંએ આ ઓપરેશનમાં ફેક્ટરીના બે માલિક અને બે વર્કર્સ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ફેક્ટરીના માલિકો તરીકે ચંદ્રકાંત કેછડા અને અશોક મુળજી પીઠારીયાની ઓળખ થઈ છે. ડ્ઢઇૈંએ આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
માહિતી મુજબ, આ ફેક્ટરી વલસાડના અટગામ વિસ્તારમાં લાયસન્સ વિના છેલ્લા એક વર્ષથી ચાલતી હતી. દરોડા દરમિયાન ડ્રગ્સના જથ્થા ઉપરાંત આરોપીઓ પાસેથી મશીનરી, કેમિકલ્સ અને અન્ય મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.


