જૂનાગઢ જીલ્લા પુસ્તકાલય ખાતે પ્રાચીન સિકકાઓનું પ્રદર્શન યોજાયું
જૂનાગઢ તા.ર૦
જૂનાગઢ જીલ્લા પુસ્તકાલય ખાતે ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન કમલેશભાઈ કોરડીયા દ્વારા જૂનાગઢનો ઈતિહાસ તેમજ ભાવેશભાઈ વસવેલીયા તથા નિશાંત અઢીયાએ વિદેશી સિકકાઓનું પ્રદર્શન રજુ કરી નવી પેઢીને અવગત કરવામાં આવેલ. ગ્રંથપાલ પ્રકાશ મહીડાનાં અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શ્રી ઘેલાણી ગોલ્ડ મેડાલીસ્ટ દ્વારા દિપ પ્રાગટય કરી પ્રદર્શન ખુલ્લુ મુકવામા આવ્યુ હતું. રમેશભાઈ ગોસાઈ અને આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ પ્રદર્શનનો લાભ બહોળી સંખ્યામાં લોકોએ લીધો હતો.


