જૂનાગઢ સ્વામિનારાયણ મુખ્ય મંદિરે દિપોસવી પર્વની ઉજવણીનો પ્રારંભ
હનુમાનજી પૂજન, ચોપડા પૂજન, અન્નકુટ મહોત્સવ સહીતના આયોજનો
જૂનાગઢ તા. ૧૮
જૂનાગઢના જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ચેરમેન પીપી સ્વામી તથા મુખ્ય કોઠારી ધર્મકિશોરદાસજી દ્વારા દિપોત્સવી પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં શનિવારે સાંજે ધનતેરસ નિમિતે ધનપૂજન અને રવિવારે કાળી ચૌદસે સવારે ૧૧ કલાકે હનુમાનજી પૂજન અને સોમવારના રોજ સાંજે ૬.૩૧ કલાકે ચોપડા પૂજન અને લક્ષ્મીપૂજન તેમજ મંગળવારે સાંજે દિપોત્સવ દિપાવલી પર્વ ઉજવાશે. અને બુધવારે નૂતનવર્ષ નિમિતે બપોરે ૧ર કલાકે અન્નકુટ આરતી થશે. તો આ પાંચ દિવસીય દિપોત્સવી પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે ત્યારે સૌ હરીભકતોને દર્શનનો લાભ લેવા પ્રફુલભાઈ કાપડીયાએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.


