કેશોદ SDMનો માંગરોળ શીલ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પથ્થરની ખાણ પર દરોડો

કેશોદ SDMનો માંગરોળ શીલ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પથ્થરની ખાણ પર દરોડો

જૂનાગઢ જિલ્લા કલેકટરે ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા કડક સૂચનાઓ આપ્યા બાદ કેશોદ પ્રાંત અધિકારીએ માંગરોળ અને શીલ પંથકમાં ચાલતી પથ્થરોની ગેરકાયદેર ખાણો પર ખાણ ખનીજ વિભાગને જાણ વગર દરોડા પડ્યા હતા. જે દરમ્યાન સ્થળ પર 25થી વધુ પથ્થર કટિંગ માટે વપરાતી અનેક કટિંગ મશીનો કબ્જે કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની રકમ કરોડોમાં આંકવામાં આવી રહી છે. જયારે ગેરકાયદેસર ખાણો પર પ્રાંત અધિકારીએ તવાઈ બોલાવતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. તેમજ આ ગેરકાયદેસર ખાણોમાં અનેક રાજકીય માથાઓના નામ ખુલે તેવી શક્યતા છે. કલેકટરની કડક સૂચન બાદ કરાયેલ આ કાર્યવાહીથી ખનીજ માફિયામાં ડરનો માહોલ સર્જાયો છે.