સરદાર @૧૫૦ રાષ્ટ્રીય પદયાત્રા સ્વામિનારાયણ મંદિર પોઇચાથી પ્રારંભ
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૬
સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો અને મૂલ્યો યુવાનો સુધી પહોંચે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરદાર @૧૫૦ રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાનો પોઇચા સ્થિત સ્વામિનારાયણ મંદિરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પદયાત્રામાં જોડાવા માટે જૂનાગઢ જિલ્લામાંથી યુવા ભાજપના પાર્થ મહેતા, ધામિર્ક મહેતા, હિમાંશુ ગોરાણીયા, ચિરાગ ગૌસ્વામી અને રીધમ ગોસ્વામીની પસંદગી થઈ હતી. જેથી તેઓ રાષ્ટ્રીય પદયાત્રામાં જોડાયા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલના લોખંડી સ્વભાવ, મૂલ્યો, વિચારો, આદર્શોને જીવનમાં ઉતારવા અને સરદાર વલ્લભભાઈ પટેલની જેમ જ રાષ્ટ્રીય એકતાનું સંવર્ધન કરવાના સંકલ્પ લીધા હતા. સરદાર @૧૫૦ રાષ્ટ્રીય પદયાત્રામાં રાજ્યકક્ષાના મંત્રી ગુજરાત સરકાર કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગના રમેશભાઈ કટારા, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, મિનિસ્ટ્રી ઓફ એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ પંચાયત એન્ડ રૂરલ હાઉસિંગના ઋષિકેશ પટેલ સહિતના મંત્રીઓ, ધારાસભ્યો, જિલ્લા ભાજપના પ્રમુખો સહિતના કાર્યકરોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી. આ દરમિયાન યોજાયેલ સભાને બિહારના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને સંબોધિત કરી હતી. રાષ્ટ્રીય પદયાત્રામાં દરેક જિલ્લામાંથી પાંચ પાંચ યુવા કાર્યકરોને આમંત્રિત કરાયા હતા. જેમાં મહામંત્રી વોર્ડ નંબર ૧૩ યુવા મોરચો જૂનાગઢ મહાનગર અને પૂર્વ વિધાનસભા વિસ્તારક ગુજરાત પ્રદેશ ભાજપના પાર્થ મહેતા, પ્રભારી ગીર સોમનાથ જીલ્લો યુવા મોરચો આમંત્રિત સભ્ય અને ગુજરાત પ્રદેશ યુવા મોરચો ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ હિમાંશુ ગોરાણીયા, જૂનાગઢ જિલ્લા યુવા મોરચાના મંત્રી રીધમ ગોસ્વામી, વોર્ડ નંબર ૭ યુવા મોરચાના મહામંત્રી ચિરાગ ગૌસ્વામી અને ધામિર્ક મહેતા વગેરે જોડાયા હતા.


