જિલ્લામાં ૬૭ પશુ આરોગ્ય મેળા થકી ૧૪૦૪૪ પશુઓનું નિદાન અને સારવાર કરવામાં આવી

જિલ્લામાં ૬૭ પશુ આરોગ્ય મેળા થકી ૧૪૦૪૪ પશુઓનું નિદાન અને સારવાર કરવામાં આવી

(જીએનએસ),
ગાંધીનગર તા.૧૭
જિલ્લાના પશુઓને યોગ્ય સારવાર અને નિદાન થાય તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેમાં ચાલુ વર્ષમાં કુલ-૧૦૮ કેમ્પ કરવાના લક્ષાંકની સામે અત્યાર સુધીમાં કુલ-૬૭ કેમ્પ કરીને ૧૪૦૪૪ પશુઓને નિદાન અને સારવારનો લાભ આપવામાં આવ્યો છે. તેમાં સૌથી વધુ પશુઓ ગાંધીનગર તાલુકાના ૬૩૮૫ અને ઓછા માણસાના ૧૯૪૯ પશુઓનો સમાવેશ થાય છે.
પશુપાલન વ્યવસાય કરતા પશુપાલકો પોતાના પશુઓને થતી બીમારી માટે સ્થાનિક પશુ દવાખાનામાં સારવાર અને નિદાન કરવામાં આવે છે. તેમ છતાં જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા જિલ્લામાં સમયાંતરે પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તેમાં ચાલુ વર્ષમાં જિલ્લામાં કુલ-૧૦૮ પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાંથી અત્યાર સુધીમાં ૬૭ કેમ્પ થકી ૧૪૦૪૪ પશુઓનું નિદાન અને સારવાર કરવામાં આવ્યું હતું. તેમાં ગાંધીનગર તાલુકામાં ૨૯ કેમ્પ થકી ૬૩૮૫ પશુઓની સારવાર અને નિદાન કરાયું હતું. દહેગામમાં ૧૯ કેમ્પ થકી ૩૭૨૯ પશુઓને, માણસા તાલુકામાં ૧૩ કેમ્પ થકી ૧૯૪૯ પશુઓ જ્યારે કલોલ તાલુકામાં છ કેમ્પ થકી ૧૯૮૧ પશુઓની સારવાર કરવામાં આવી હતી.
કેમ્પમાં પશુઓને મફત સારવારની સાથે સાથે રસીકરણ, કુત્રીમ બીજદાન, ડિવમિંગ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે છે. વધુમાં પશુઓના આરોગ્ય સુધારણ માટે યોગ્ય આહાર સહિતની જાણકારી આપવામાં આવી હતી. પશુ આરોગ્ય કેમ્પમાં વંધ્યત્વ નિવારણ માટે ૧૧૫ કેમ્પ કરવાના લક્ષાંકની સામે અત્યાર સુધીમાં ૯૭ કેમ્પ કરવામાં આવ્યા છે. કેમ્પમાં ભાગ લેનાર પશુઓની જાતીય સારવાર કર્યા બાદ ૩૦-૩૦ દિવસે ત્રણ ફોલોઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવતું હોવાનું જિલ્લા પશુપાલન અધિકારી ડો.એસ. આઇ.પટેલે જણાવ્યું છે.