બોટાદ નજીક આજે સવારે ટ્રક-લકઝરી વચ્ચે જાેરદાર ટક્કર : ૩ના મોત, ર૦ ઘાયલ

બોટાદ નજીક આજે સવારે ટ્રક-લકઝરી વચ્ચે જાેરદાર ટક્કર : ૩ના મોત, ર૦ ઘાયલ

બોટાદ તા.૨૯
બોટાદ જિલ્લાના પાળિયાદથી સાકરડી ગામના માર્ગ પર આજે એક અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી, મુકેશભાઈ બુધાભાઈ ગોહિલ (હીરાના કારખાનાના માલિક) (તમામ રહે ઉમરાળા ગામ, તા.રાણપુર) નો સમાવેશ થાય છે.
પાળિયાદના મેડિકલ ઓફિસર ડો. જયદેવે જણાવ્યું હતું, પાળિયાદ-સાકરડી રોડ પર બે વાહન અથડાતાં અકસ્માત થયો હતો, જેમાં ૨૫થી ૩૦ લોકો ઘાયલ થતાં તેમને અહીં લાવવામાં આવ્યા હતા. ઘાયલોની સંખ્યા વધુ હોવાથી ૬ ગંભીર ઈજાગ્રસ્તોને બોટાદ રીફર કરવામાં આવ્યા છે.