પોરબંદરના દરિયામાં માલવાહક જહાજની અંદર ઓચિંતી લાગી ભયાવહ આગ : તમામ ક્રુમેમ્બર્સને બચાવી લેવાયા

પોરબંદરના દરિયામાં માલવાહક જહાજની અંદર ઓચિંતી લાગી ભયાવહ આગ : તમામ ક્રુમેમ્બર્સને બચાવી લેવાયા
HINDI NEWS

જામનગરનું 1383 ‘હરિદર્શન’ નામનું જહાજ આજે સવારે પોરબંદરના ઓલવેધર બંદર પર હતું ત્યારે તેમાં અચાનક જ આગની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. આ જહાજમાં આશરે  78 ટન જેટલી ખાંડ અને  950 ટન જેટલા ચોખા ભરેલા હતા. જેને લઈને તે જહાજ સોમાલિયા પહોચવાનું હતું પરંતુ ઓચિંતી લાગેલી આગને લીધે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરુ કરી દેવાતા જહાજમાં સવાર તમામ 14 ક્રૂ-મેમ્બર્સ બચી ગયા હતા. પરંતુ ખાંડ અને ચોખાને લીધે આગ જલ્દી ફેલાઈને વિકરાળ બનેલી જેને લીધે જહાજને ભારે નુકસાન થયું છે. આગ લાગવા પાછળનું કારણ અને નુકસાનની વિગતો જાણવા આગળની તપાસ હાથ ધરાઈ છે.