પાકિસ્તાની સેનાએ ચાઇનીઝ ફાઈટર જેટ વડે પોતાના જ દેશના નાગરિકો પર બોમ્બમારો કર્યો.

પાકિસ્તાની સેનાએ ચાઇનીઝ ફાઈટર જેટ વડે પોતાના જ દેશના નાગરિકો પર બોમ્બમારો કર્યો.
BLOOMBERG.COM

પાકિસ્તાની સેનાએ ખૈબર પખ્તુનખ્વાના જે માત્રે દારા ગામમાં ગઈકાલે રાતે પોતાના ચાઇનીઝ ફાઈટર જેટ  JF-17 થંડરનો ઉપયોગ કરીને રહેણાંક વિસ્તારોમાં LS-6 બોમ્બ ઝીક્યા હતા. જેમાં મહિલાઓ અને બાળકો સહીત 30 થી વધુ લોકોના મૃત્યુ થયાની વિગતો સામે આવી રહી છે.  પાકિસ્તાની સેના આને તહરીક-એ-તાલિબાન પર પાકિસ્તાની સેનાની કાર્યવાહી હોવાનું જણાવી રહી છે ત્યારે બીજી બાજુ ત્યાના સ્થાનિક ધારાસભ્ય ઇકબાલ અફરીદી ફેસબુક પર જણાવે છે કે આ હુમલામાં નિર્દોષ સ્ત્રીઓ અને બાળકો માર્યા ગયા છે જે હ્રદય દ્રાવક ઘટના છે. આ અત્યાચાર માનવતા બાબતનો સૌથી મોટો ગુનો છે તેમજ આની જેટલી નિંદા કરીએ એટલી ઓછી છે.

એક તરફ પાકિસ્તાની સેના સરેઆમ વૈશ્વિક આતંકી સંગઠનોને પોતાની સુરક્ષામાં આતંકવાદીઓની ભરતી કરવા મદદ કરે છે તો બીજી તરફ પોતાના જ નાગરિકોની હત્યા કરીને પોતાના ગુનાઓ છુપાવવા કોશીસ કરે છે.