જૂનાગઢ સી ડીવીઝન પોલીસ વિસ્તારમાં ગુનાહીત પ્રવૃતિ કરનાર સામે કડક કાર્યવાહી
જૂનાગઢ તા.ર૯
જૂનાગઢ સી ડીવીઝન પોલીસ દ્વારા વિવિધ ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલા ઈસમોની યાદી તૈયાર કરી દંડાત્મક કાર્યવાહી કરી સો કલાક કાર્યક્રમ અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગર તરફથી મળેલ સુચના અન્વયે શહેરમાં ટપોરી ઇસમો દ્રારા શરીર સબંધી,મિલ્કત સબંધી, લુંટ, અપહરણ, બળજબરીથી કઢાવવાની કોસીશ જેવા ગંભીર ગુન્હામાં અવાર નવાર સંડોવાયેલ હીટ લીસ્ટ ગુનેગારોની ૧૦૦ કલાકમાં યાદી તૈયાર કરી આવા ગુનેગારોનાં રહેણાંક તથા બેઠક ઉઠકની જગ્યાએ તપાસ કરી તેમજ આવા ગુન્હેગારોની મીલ્કતની યાદીઓ તૈયાર કરી ગે.કા.દબાણ અથવા કબ્જા કરેલ હોય તથા ગે.કા.વિજ જોડાણ લીધેલ હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાંજડીયા તથા ઇંચા.પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમોના રહેણાંક મકાનો તપાસી ગે.કા પ્રવ્રુતી મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવા સખત સુચના આપેલ હોય જેના પગલે નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા જુનાગઢ શહેર વિભાગ જુનાગઢ નાઓના માર્ગદર્શન મુજબ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી.ગોહીલએ જાતેથી તેમજ પોલીસ સ્ટાફને માર્ગદર્શન પુરૂ પાડી ૧૦૦ કલાકની કામગીરીને વધુ પરીણામલક્ષી બનાવવા મક્કમ ર્નિણય લીધેલ હોય જે અન્વયે અત્રેના પો.સ્ટે.ના લીસ્ટેડ પ્રોહી બુટલેગર કમલેશ લખમણભાઇ રાડા તથા અલ્પેશ પાલાભાઇ કોડીયાતર રહે-બન્ને જુનાગઢ ગાંધીગ્રામ વાળાઓ પોતાના રહેણાંક મકાનમાં પાવર ચોરી કરે છે.તેવી હકીકત મળતા જી.ઇ.બી.અધીકારીઓને જાણ કરી તેઓ સાથે સંકલનમા રહી ગે.કા.વિજ જોડાણ દુર કરાવી પાવર ચોરી બાબતે કુલ રૂા. ૧,૩૨,૬૧૨/- નો દંડ કરેલ છે. તેમજ ૧૦૦ કલાક અંતર્ગત અસામાજીક તત્વોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી હાલ કઈ પ્રવૂતી સાથે જોડાયેલ છે તથા મીકલત સબંધે માહીતી મેળવી અને મીલકત બાબતના દસ્તાવેજી પુરાવાની માહીતી મેળવી હવે કોઇ ગે.કા.પ્રવૂતી નહી કરવા કડક સુચના આપેલ હતી.
આ કામગીરીમાં જૂનાગઢ સિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી.ગોહીલ, પીએસઆઈ એચ.બી.ચૌહાણ, હેડ કોન્સટેબલ ડી.એલ.બકોત્રા, કે.ડી.ઝણકાત, કોન્સટટેબલ સંજય ચૌહાણ, નીલેષ નંદાણીયા, દિનેશ જીલડીયા, જુવાન લાખણોત્રા સહિતનો સ્ટાફ જાેડાયેલ.


