જૂનાગઢમાં નિર્માણધીન ભીક્ષુક ગૃહ અને હોકર્સ ઝોનના કામની ગતિની સમીક્ષા કરતા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા

જૂનાગઢમાં નિર્માણધીન ભીક્ષુક ગૃહ અને હોકર્સ ઝોનના કામની ગતિની સમીક્ષા કરતા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૪
જૂનાગઢ ગાંધીગ્રામ વિસ્તારમાં નિર્માણાધીન ભિક્ષુક ગૃહ(શેલ્ટર હોમ)ની ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ સ્થળ મુલાકાત લીધી હતી અને ચાલી રહેલા બાંધકામની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું.  આ પ્રોજેક્ટ નિરાધાર અને ભિક્ષુક જીવન જીવતા લોકોને આશ્રય, સુરક્ષા અને સન્માનપૂર્ણ જીવન પ્રદાન કરવાના સંકલ્પનો એક ભાગ છે. 
એવી જ રીતના શહેરના મધુરમ વિસ્તારમાં નિર્માણાધીન નવા હોકર્સ ઝોનની મુલાકાત લીધી હતી. 
આ હોકર્સ ઝોનના નિર્માણથી સ્થાનિક ફેરિયા ભાઈઓ-બહેનોને એક સુવ્યવસ્થિત જગ્યા મળશે, જેનાથી તેમના વ્યવસાયમાં સરળતા આવશે. સાથે જ, નાગરિકોને પણ સ્વચ્છ અને સુગમ વાતાવરણમાં ખરીદીનો અનુભવ મળશે. મુલાકાત દરમ્યાન પ્રોજેક્ટના કામની ગુણવત્તા ચકાસવામાં આવી અને સમયસર કામ પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી. આ આશ્રયસ્થાન માત્ર એક ઇમારત નહીં, પરંતુ સમાજના જરૂરિયાતમંદ વર્ગ માટે એક નવી આશાનું કેન્દ્ર બનશે.