ચોરવાડ બંદર રોડ પર સોસાયટી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી
૪ મહિલા સહિત ૧૦ ઝડપાયા : રૂા.૧,૮ર,૭૦૦નો મુદ્દામાલ જપ્ત
(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા.૧૪
ચોરવાડ બંદર રોડ પર સોસાયટી વિસ્તારમાં ચાલતા જુગારધામ પર ચોરવાડ પોલીસે દરોડો પાડી ૪ મહિલા સહિત ૧૦ને રૂા.૧,૮ર,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ચોરવાડ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ક્રિષ્નાબેન મહેશભાઈ ચૌહાણએ રમેશ કાના રાઠોડનું મકાન ભાડે રાખી જુગારધામ ચલાવતા ઝડપી લીધેલ. આ દરોડામાં જુગારધામ સંચાલિકા સહિત જુગાર રમવા આવેલ રતનબેન જીવનભાઈ ચાંદેગરા, ઈશાબેન વિશાલભાઈ ચાંદેગરા, સંગીતાબેન ગોમેશભાઈ અખીયા, સુભાષ મોહનભાઈ મારૂ, અજય ગોવીંદ વાળા, અમીત અનીલ દેશમુખ, દિવ્યેશ અરશી મેર, અશોક લાલજી કુહાડા અને રાજેશ જેન્તી જેઠવાને રૂા.૧,૪૬,ર૦૦ રોકડ, ૯ મોબાઈલ સહિત કુલ રૂા.૧,૮ર,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.


