જૂનાગઢનાં ગાંધીગ્રામમાંથી બુટલેગરનાં રહેણાંક મકાનમાંથી રૂા. પ લાખના દારૂ સાથેની કાર ઝડપાઈ

જૂનાગઢનાં ગાંધીગ્રામમાંથી બુટલેગરનાં રહેણાંક મકાનમાંથી રૂા. પ લાખના દારૂ સાથેની કાર ઝડપાઈ

(ક્રાઈમ રીપોર્ટર દ્વારા)
જૂનાગઢ તા. ૩
જૂનાગઢ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં એલસીબીએ એક બુટલેગરના ઘરે રેડ પાડી રૂા. પ.૦૮ લાખના વિદેશી દારૂ સાથેની કાર પકડી પાડી રૂા. ૧૧.૦૮ લાખનો મુદામાલ કબ્જે લીધો હતો. પરંતુ શખ્સ ફરાર થઈ જતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જૂનાગઢ પાસેના પ્લાસવા ગામની સીમમાંથી વિદેશી દારૂ સાથે ક્રાઈમ બ્રાંચે જીજે-૧૦-ટીએકસ ૮૭૮૧ નંબરનું પીકઅપ વાહન પકડી પાડયું હતું. માલની ગણતરીની કાર્યવાહી ચાલુ હતી તે દરમ્યાન પ્લાસવાની સીમમાં શહેરનાં ગાંધીગ્રામના ઋત્વીક ભીમાભાઈ કોડીયાતરે વિદેશી દારૂ મંગાવી કટીંગ કરેલ જે જથ્થા પૈકીનો દારૂનો જથ્થો ગાંધીગ્રામમાં ગ્રોફેડ મીલની પાછળ રહેતા અલ્પેશ પાલાભાઈ ગરચરે પોતાના રહેણાંક મકાને રાખ્યો હોવાની બાતમી મળતા ગઈકાલે બપોરે ક્રાઈમ બ્રાંચના પીઆઈ કે.એમ. પટેલની ટીમે દરોડો પાડયો હતો. તપાસમાં અલ્પેશ ગરચરના ડેલાવાળા મકાનમાં ફળીયામાં રહેલ કારની ઝડપી કરતા કારમાંથી રૂા. પ,૦૮,૮૦૦ની કિંમતનાં ઈંગ્લીશ દારૂની ૬૦૦ બોટલ મળી આવી હતી. આથી પોલીસે દારૂ તથા કાર મળી કુલ રૂા. ૧૧,૦૮,૮૦૦નો મુદામાલ કબજે લઈ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઋત્વીક ભીમાભાઈ કોડીયાતર તથા અલ્પેશ પાલાભાઈ ગરચર સામે કાર્યવાહી કરી બંનેની શોધખોળ હાથ ધરી હતી.