સોમનાથ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતા નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ પાટણ, તા.૯
સોમનાથ -પ્રભાસ પાટણના પોલીસ સ્ટેશનનો નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર એમ. કે વણારકાએ ચાર્જ સંભાળ્યો. ૨૦૨૧ની બેચના તેઓ ગાંધીનગર જીલ્લા ખાતે પ્રોબેશનલ નિમાયા બાદ ગીર -સોમનાથ અને કોડીનાર ખાતે યશસ્વી ફરજાે બજાવી છે. અનડિટેકટ ફેટલ એક્સીડન્ટની ડેડબોડીની તથા આરોપીની ઓળખ મેળવી સફળતાપૂર્વક કેસ ઉકેલ્યો. સોમનાથ મહાદેવના દર્શન કરી તથા સ્ટાફ અને શહેર વિશે જાણકારી મેળવી કાર્ય આરંભ કર્યો. આ તકુ સૌએ તેમને આવકાર આપી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.


