અધિક જેઠ માસ ‘પુરૂષોત્તમ માસ‘ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ દાદાને સૂર્યનારાયણદેવની થીમનો દિવ્ય શણગાર સાથે ફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.22
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ આયોજીત અધિક જેઠ માસ ‘પુરૂષોત્તમ માસ‘ નિમિતે અધિક માસમાં મારા દાદાને અધિક શણગારની સેવા અંતર્ગત આજે તા.22-5-2026, શુક્રવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણા વાળા)ની પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી દાદાને સૂર્યનારાયણદેવની થીમનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સાથોસાથ દાદાને સફરજન, મોસંબી,કેળા,ચીકુ વગેરે ફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સવારે 05:45 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. મંદિરના પટાંગણમાં પવિત્ર અધિકમાસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.17 મે થી 15 જૂન 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમિયાન કરવામાં આવ્યું છે.


