છોટાઉદેપુરમાં સિવિલ હોસ્પીટલની ગંભીર બેદરકારી સામે આવી.

છોટાઉદેપુરમાં સિવિલ હોસ્પીટલની ગંભીર બેદરકારી સામે આવી.
Mappls

છોટાઉદેપુરની સિવિલ હોસ્પીટલમાં ફાયર સેફટી વિભાગે સુરક્ષાત્મક કારણોસર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સિવિલ હોસ્પીટલની ગંભીર બેદરકારીઓ સામે આવી છે. હોસ્પીટલમાં ફાયર સેફટીના તમામ સાધનો જાળવણીના અભાવે બંધ અને જર્જરિત હાલતમાં જોવા મળ્યા હતા. ICU અને પ્રસુતિ વિભાગના ફાયર અલાર્મ પણ કામ કરતા નહોતા તેમજ મોટાભાગના ફાયર સેફટી સિલિન્ડરની એક્સપાયર થયેલા હતા. હવે આવામાં જો કોઈ આગ લાગે કે અકસ્માત થાય તેના ગંભીર પરિણામો સામે આવી શકે છે. ફાયર વિભાગે આ વિષે જવાબદાર અધિકારીને જાણ કરીને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવા અને જરૂરી સાધનોની જાળવણી કરવા તાકીદ કરી છે