અમેરીકાને યુધ્ધ અત્યંત મોંઘુ પડયું : ઈરાનને પાઠ ભણાવવાનો ખર્ચ 29 અબજ ડોલરે પહોંચ્યો

અમેરીકાને યુધ્ધ અત્યંત મોંઘુ પડયું : ઈરાનને પાઠ ભણાવવાનો ખર્ચ 29 અબજ ડોલરે પહોંચ્યો

વોશિંગ્ટન, તા.20
અમેરિકાના ઓપરેશન એપિક ફયુરી દરમિયાન ઇરાનમાં ઓછામાં ઓછા 42 અમેરિકી સૈન્ય વિમાન અને ડ્રોન ક્ષતિગ્રસ્ત કે નષ્ટ થયા છે. કોંગ્રેસનલ રિસર્ચ સવિર્સ (સીઆરએસ)ના રિપોર્ટ મુજબ તેમાં F15-R, F-35 એ જેવા લડાયક વિમાન, હેલિકોપ્ટર અને MQ-9 રીપર ડ્રોન સામેલ છે.
રિપોર્ટ અનુસાર આ વિમાનોમાં આ વિમાનોમાં લડાયક જેટ, ડ્રોન, હેલિકોપ્ટર અને એર રિફયુલીંગ એર ક્રાફટ સામેલ છે. વિમાનોના નુકસાનના આંકડામાં ફેરફાર થઇ શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિમાનોના નુકસાન અને ક્ષતિના આંકડા હજુ સંશોધિત હોઇ શકે છે, કારણ કે અનેક જાણકારીઓ ગોપનીય શ્રેણીમાં છે, કેટલીક સૈન્ય ગતિવિધિઓ હજુ પણ ચાલુ છે અને નુકસાનની આંકલનની પ્રક્રિયા પુરી થઇ નથી.