રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજે ચીનની મુલાકાતે  જીનપીંગ સાથે મહત્વની મંત્રણા યોજાઈ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન આજે ચીનની મુલાકાતે  જીનપીંગ સાથે મહત્વની મંત્રણા યોજાઈ

બૈઇજિંગ તા.20
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે બેઇજિંગમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ઈરાન યુદ્ધ, યુક્રેન સંકટ, ઊર્જા સુરક્ષા અને દ્વિપક્ષીય સહયોગ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી.
ચીની સરકારી મીડિયા અનુસાર, જિનપિંગે બેઇજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલની બહાર પુતિનનું સ્વાગત કર્યું. બંને નેતાઓ રેડ કાર્પેટ પર સાથે ચાલ્યા અને સૈન્ય બેન્ડે રશિયા અને ચીનના રાષ્ટ્રગીત વગાડ્યા.
વાતચીતની શરૂઆતમાં પુતિને કહ્યું કે બાહ્ય દબાણો છતાં બંને દેશોના આર્થિક અને વ્યૂહાત્મક સંબંધો સતત મજબૂત થઈ રહ્યા છે. જ્યારે જિનપિંગે પણ રશિયા સાથેના સંબંધોને અડગ ગણાવ્યા. તેમણે કહ્યું કે બંને દેશોએ મુશ્કેલ પરિસ્થિતિઓ છતાં રાજકીય વિશ્વાસ અને વ્યૂહાત્મક તાલમેલ સતત ગાઢ બનાવ્યો છે. જિનપિંગે ઈરાનને લઈને ચાલી રહેલા યુદ્ધ પર પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે સંઘર્ષ વધારવો યોગ્ય નથી અને યુદ્ધવિરામ જરૂરી છે. સાથે જ વાતચીત ચાલુ રાખવી અત્યંત મહત્વપૂર્ણ છે.