રર દિવસમાં ખાંડના ભાવમાં રૂા.૧૬નો ઘટાડો

રર દિવસમાં ખાંડના ભાવમાં રૂા.૧૬નો ઘટાડો

(એજન્સી)    નવી દિલ્હી, તા. ૧૫ : 
તહેવારોની મોસમ અગાઉ ખાંડની મિલો પ્રત્યે સરકારના કડક વલણ અને નવા નિયમોના અમલીકરણને પરિણામે ખાંડના ભાવ ઘટવા લાગ્યા છે. માત્ર ૨૨ દિવસમાં ખાંડના ભાવમાં ૧૬ રુપિયા સુધીનો ઘટાડો થયો છે.
તહેવારોની મોસમ પહેલાં ખાંડના ભાવ ઘટી રહ્યા છે, જેનાથી ગ્રાહકોને રાહત મળી છે. દેશના અનેક મુખ્ય શહેરોમાં ૨૨ ઓગસ્ટથી ૧૨ સપ્ટેમ્બરની વચ્ચે ખાંડના ભાવમાં ૧૨ રુપિયા થી ૧૬ રુપિયાનો ઘટાડો નોંધાયો છે. બીજા શબ્દોમાં કહીએ તો, ઓગસ્ટ મહિનામાં ૭૦ રુપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયેલા ખાંડના ભાવમાં હવે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
સરકારે ખાંડની મિલો માટે સ્ટોકની મર્યાદા ઘટાડી છે. તેણે ખાંડના વેપારીઓ માટે મહત્તમ સ્ટોક રાખવાની મર્યાદા અગાઉના ૪,૦૦૦ ક્વિન્ટલથી ઘટાડીને ૨,૦૦૦ ક્વિન્ટલ કરી છે અને આ સ્ટોક મહત્તમ ૩૦ દિવસના સમયગાળામાં વેચી દેવો ફરજિયાત બનાવ્યો છે.