ભારતના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીનો ૧૭ સપ્ટેમ્બરના જન્મદિવસ
સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષ પદ તેનો કાર્યકાળ એટલે મેં તો ખોબો માંગ્યો ને તે દીધો દરિયો એવો વિરાટ વિકાસ કે જેનો સોમનાથના ઈતિહાસમાં નોંધ લેવાય તેવી કામગીરી
(પ્રતિનિધિ દ્વારા)
પ્રભાસ-પાટણ તા.૧પ
ભારતના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરે છે. ત્યારે એ પણ જાણવું રસપ્રદ થશે કેક નરેન્દ્ર મોદીના ઉદયમાં સોમનાથનો સિંહ ફાળો છે. ૧૯૯૦માં જયારે બાલકૃષ્ણ અડવાણીએ રામમંદિર અયોધ્યા નિર્માણ માટેની જે રથયાત્રા કાઢી હતી તેનું સંપૂર્ણ સંચાલન અને વ્યવસ્થા નરેન્દ્ર મોદી હસ્તક હતું. તેઓ સામાન્ય સંગઠક હતા અને તે સમારંભના મંચ ઉપર તેને ભાગે માત્ર છેલ્લે આભાર દર્શન અને આવેલા શુભેચ્છા સંદેશા વાંચવાનું હતું. તેણે દેશભરમાં રથયાત્રાની વ્યવસ્થા એવી સુંદર જાેમ ઉત્સાહ અને જુવાળ સાથે પાર પાડી કે પક્ષમાં તેનું કદ અને માન વધ્યું અને કાબેલીયત દમદાર સક્ષમતા જાેઈ પક્ષે તેને મુખ્યમંત્રી બનાવ્યા અને પછી આપબળે વડાપ્રધાન સુધી અણનમ આજ દિવસ સુધી દેશ અને દુનિયામાં ભારતનો ડંકો વગાડી રહ્યા છે. આમ સોમનાથની ભૂમિથી જ તેમનો ભવ્ય સૂર્યોદય થયો તેમ પ્રભાસના ઈતિહાસરૂચી ધરાવનાર ભાસ્કર વૈદ્ય કહે છે. સોમનાથને આંગણે તેમના અધ્યક્ષપદ દરમ્યાન કોરીડોરનો એટલો વિશાળ અને ભવ્ય પ્રોજેક્ટ જે ગતિમાં છે તે સાકાર થશે ત્યારે તેની ભવ્યતા-દિવ્ય્તા જાેઈ કદાચ કહેવાશે કે નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષ ન હોત આપણી આંખોને આવો ભવ્ય વિરાટ વિકાસ જાેવા મળ્યો ન હતો. સોમનાથમાં ૧પ૪ કરોડના ખર્ચે ભવ્ય રેલ્વે સ્ટેશનને ખાસ રીડેવલોપમેન્ટ કરી ભવ્ય બનાવાઈ રહ્યું છે જેનું આગામી વર્ષમાં લોકાર્પણ થશે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે નર્મદા ડેમની ઉંચાઈ વધારવા જે એક દિવસના પ્રતિક ઉપવાસ કર્યા હતા તે સોમનાથના સદભાવના મેદાનમાં કર્યા હતા. જે મોદીના ઉપવાસ પછી લોકો તળપદી અને લોકબોલીમાં મોદી મેદાન તરીકે ઓળખે છે. પ્રભાસ સોમનાથ મંદિર સુર્વણ કળશ પૂજા, સમુદ્ર તટ, નવો સરકીટ હાઉસ, સોમનાથ સાગર વોક-વે, સાગર ખેડૂ સંમેલન, માતોશ્રી અહલ્યાબાઈ, સોમનાથ મંદિર નવીનીકરણ, સંગ્રહાલય, ગીર-સોમનાથ જીલ્લો જાહેર કરવો, હરિહરવન, સાબરમતી એક્સપ્રેસ ટ્રેન વર્ચયુલ લીલી ઝંડી, પ્રસભા-પાટણ પોલીસ સ્ટેશન અને આવાસ આમ અનેક વિધ લોકાર્પણ કેટલાક પ્રત્યક્ષ તો કેટલાક વર્ચયુઅલી કરેલા છે. સૌથી મોટું કાર્ય પ્રભાસ ખાતે તામિલ સંગમનો ભવ્ય કાર્યક્રમ અને તામિલની પ્રજાને ખાસ ટ્રેનો દ્વારા સોમનાથ લાવી ઈતિહાસ ઉજાગર કરવો એથી યે વિશેષ મંદિર ઉપરના આક્રમણને ૧૦૦૦ વર્ષ પૂર્ણ થતા સોમનાથ ખાતે વર્ષભર ઉજવણી અને દેશના અનેક ભાગોમાંથી ખાસ ટ્રેનો સોમનાથ યાત્રિકોને પહોંચાડી સ્વાભિમાન પર્વ સોમનાથ ગૌરવભેર ઉજવણી કરાવી અને વિશાળ ૧પ૧ ફૂટ ઉંચાઈ વાળી ક્રેનથી સોમનાથ મંદિર શિખરે ગંગાજળ અભિષેક અને લેસર શો તથા ૧૦૮ અશ્વશો, સંતોની ડમરૂયાત્રા એવું તો અનેકો કાર્ય આ ભૂમિ માટે તેમને કર્યું છે.


