ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી

ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી

જૂનાગઢ તા.૧પ
જૂનાગઢ શહેરમાં ગણપતિ ઉત્સવની ઉજવણીનો ગઈકાલથી ભક્તિભાવ પુર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે અને શહેરમાં ૪પ૦થી વધારે ગણપતિ ઉત્સવના કાર્યક્રમો તેમજ સોસાયટી અને એપાર્ટમેન્ટોના રહેવાસીઓ દ્વારા પણ વિઘ્નહર્તા દેવનું પુજન-અર્ચન-આરતી સહિતના કાર્યક્રમો ઉત્સાહભેર યોજવામાં આવી રહયા છે ત્યારે જૂનાગઢ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા ગણપતિ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. છેલ્લા ૧૮ વર્ષથી ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગાંધીગ્રામ વિસ્તારના રહેવાસીઓ તેમજ સી ડીવીઝન પોલીસ સ્ટેશનના સાથ સહકારથી ગણેશ ઉત્સવ ભવ્ય રીતે ઉજવાય છે. ગઈકાલથી ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા આયોજીત ગણપતિ ઉત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. વીરાભાઈ મોરી, મેહુલભાઈ કોઠારી, મેણસીભાઈ વાજા, શાહરૂખભાઈ મકવાણા, જીજ્ઞેશભાઈ દવે, યશભાઈ જાેટાણીયા, મનસુખભાઈ હડીયલ, પ્રફુલભાઈ શાહ, ભાવેશભાઈ મોરી તેમજ ગાંધીગ્રામ ગરબી મંડળના કાર્યકર્તાઓ દ્વારા ગણપતિ ઉત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે તેમજ ધર્મપ્રેમી જનતાને ધાર્મિક કાર્યોનો લાભ લેવા અને ભગવાન ગણેશજીના દર્શનનો લ્હાવો લેવા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.