જૂનાગઢ મનપાનાં 23માં કમિશ્નર તરીકે પ્રભવ જાેષીએ કાર્યભાર સંભાળ્યો
રસ્તા સહીતની પ્રાથમિક સુવિધાનાં અનેક પ્રશ્નો, વિકાસનાં કાર્યો અસરકારક કરાવી શકે તેવા મોટા પડકાર વચ્ચે લોકોની અનેક અપેક્ષા
જૂનાગઢ તા.20
તાજેતરમાં જ જૂનાગઢ મનપાનાં કમિશ્નર તરીકે પ્રભવ જાેષીની નિમણુંક કરવામાં આવી છે અને તેઓ આજરોજ કાર્યભાર સંભાળી લીધો છે ત્યારે તેઓ જૂનાગઢ શહેરનાં લોકોની મુળભુત મુશ્કેલીઓ રસ્તા, ગટર, પાણીની પાઈપ લાઈન સહીતની પ્રાથમિક સુવિધાઓની અસરકારક કામગીરી હાથ ધરી અને જૂનાગઢ શહેરને સુવિધાજનક નગર બનાવી આપે તેવી વિશેષ જવાબદારી તેમજ શહેરનાં સર્વાંગી વિકાસની કામગીરી પણ ખુબ જ સારી રીતે કરી શકે તેવી લોકોની આપેક્ષા છે. તેની સામે પ્રાથમિક સુવિધાથી લઈ અનેક પ્રશ્ને નવનિયુકત કમિશ્નર સામે અનેક પડકારો રહયા હોવાનું પણ લોકોમાં ચર્ચાય રહયું છે. દરમ્યાન જૂનાગઢ મનપાનાં ર૩માં મ્યુનિ. કમિશ્નર તરીકે પ્રભવ જાેષીએ આજે કાર્યભાર સંભાળ્યો છે. જૂનાગઢનાં નવનિયુકત કમિશ્નર પાસે જૂનાગઢ શહેરની જનતાની અનેક અપેક્ષાઓ રહેલી છે. કાર્યભાર સંભાળ્યા બાદ કમિશ્નર પ્રભવ જાેષી દ્વારા પ્રાથમિક સુવિધાથી લઈ અને સુવ્યસ્થિત અને પારદર્શક કામગીરી કરી અને લોકોને ઘણા લાંબા સમય થયા જે કાંઈ મુશ્કેલીઓ પડી રહી છે તેનો ઝડપી નિકાલ આવે અને નમુનેદાર કાર્યવાહી કમિશ્નર દ્વારા કરવામાં આવે તેવી આશા અને અપેક્ષા શહેરીજનો વ્યકત કરી રહયા છે.
તાજેતરમાં જ ગુજરાતનાં ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ મનપાનાં કમિશ્નર તેજસ પરમારને સુરત કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે. જયારે જૂનાગઢ મનપાનાં કમિશ્નર તરીકે પ્રભવ જાેષીની નિમણુંક કરવામાં આવી છે. પ્રભવ જાેષી ગુજરાત ટુરીઝમ કોર્પોરેશનનાં મેનેજીંગ ડાયરેકટર અને કમિશ્નર તરીકે ફરજ બજાવી ચુકયા છે. વહીવટી કામગીરીનો તેઓને ખુબ જ સારો અનુભવ રહયો છે. અને તેમની કામગીરીની પણ સરકાર લેવલે પણ ખુબ જ નોંધ લેવાય છે. કાર્યદક્ષ અધિકારી તરીકેની છાપ ધરાવનાર પ્રભવ જાેષી જૂનાગઢનાં ર૩માં કમિશ્નર તરીકે આજરોજ કાર્યભાર સંભાળ્યો છે ત્યારે કોર્પોરેશનમાં તેમનાં આગમન પૂર્વે સ્વાગત અંગેની તૈયારી કરવામાં આવી છે. તો બીજી તરફ શહેરીજનો દ્વારા પણ નવનિયુકત કમિશ્નર પાસે ઘણી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી છે તે ઝડપી રીતે કાર્યવાહી કરવામાં આવે તેવી કામના વ્યકત કરવામાં આવી રહી છે.
અત્રે નોંધનીય છે કે જૂનાગઢ મનપાનાં ભાજપનાં પદાધિકારીઓ અને મનપા તંત્ર દ્વારા છેલ્લા કેટલાય સમય થયા રસ્તા, ગટર, પાણીની પાઈપ લાઈન સહીતનાં અનેક પ્રશ્ને ધંગધડા વિનાના અને અણઘડ વહીવટનાં કારણે જૂનાગઢની જનતાને સુવિધા મળવાના બદલે વધુને વધુ અસુવિધા પ્રાપ્ત થઈ છે. અને શહેરીજનોને સૌથી મોટી સમસ્યા ખરાબ રસ્તાનાં કારણે ઘણા લાંબા સમયથી હાલાકીનો સામનો કરી રહયા છે. ચોમાસાનાં દિવસો નજીક આવી રહયા છે પરંતુ શહેરનાં મોટાભાગનાં રસ્તાઓની હાલત ખુબ જ ખરાબ છે.
ખાસ કરીને ઠેર ઠેર રસ્તાઓનાં ખોદકામ તેમજ અધુરા રાખી દેવામાં આવેલા રસ્તાઓની કામગીરીને કારણે જનતા ત્રાહીમામ પોકારી ગઈ છે. રસ્તા ખોદવા, નવા બનાવવા તેમજ નવો રસ્તો ફરી પાછો યેનકેન કામગીરીને કારણે તોડી નાખવા જેવી અનેક બાબતોને લઈને જૂનાગઢ શહેરની જનતાની હાલત ખુબ જ કફોડી બનેલી છે. જૂનાગઢનાં નવા કમિશ્નર તરીકે પ્રભવ જાેષીએ ચાર્જ સંભાળ્યો છે ત્યારે શહેરીજનોને અનેક અપેક્ષાઓ છે તો બીજી તરફ જૂનાગઢ મનપાનાં નવનિયુકત કમિશ્નર સામે પણ ઘણા મોટા પડકારો આવી રહયા છે. એક તો શહેરનાં રસ્તાઓનું બખડજંતર, ચોમાસુ માથે ગાજી રહયું છે ત્યારે ચોમાસાનાં ભારે દિવસોમાં નગરજનોને જળ સંકટનો કે પુરનો સામનો ન કરવો પડે તે માટેની પ્રિમોન્સુનની કામગીરી પણ અસરકારક કઈ રીતે થાય તેની જવાબદારી પણ તેઓનાં શિરે રહેશે. એટલું જ નહીં જૂનાગઢ મનપાનાં ભાજપનાં શાસકોનાં અંદરો અંદરનાં આંતરીક મતભેદોનાં કારણે લોકોનાં પ્રાણપ્રશ્નોનો ઉકેલ આવતો નથી. જયારે આ બધી જ બાબતોને લઈને ખુબ જ મોટી જવાબદારી કમિશ્નર પ્રભવ જાેષી ઉપર આવી રહી છે ત્યારે તેઓની કાબેલીયત દર્શાવી અને લોકોને કેમ ખુબ જ ઉચ્ચકક્ષાની સુવિધાઓ પ્રાપ્ત થાય તેવી કામગીરી કરાવવી પડશે. આમ નવનિયુકત કમિશ્નર સામે ઘણા મોટા પડકારો છે. ત્યારે તે પડકારોનો સામનો કરી અને કમિશ્નર પ્રભવ જાેષી ખુબ જ સારી કામગીરી કરી શકે અને લોકોનાં પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવી શકે તેવી અસરકારક કામગીરી કરી શકે તેવી શુભકામના.
| જૂનાગઢ મનપાના કમિશ્નર પ્રભવ જાેષીએ કાર્યભાર સંભાળતાની સાથે જ કર્મચારીઓ સાથે મહત્વની બેઠક યોજી જૂનાગઢ મનપાનાં નવનિયુકત કમિશ્નર પ્રભવ જાેષીએ આજે કાર્યભાર સંભાળતાની સાથે જ મનપાનાં અધિકારી, પદાધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજી અને જરૂરી દિશાનિર્દેશો જારી કર્યા હોવાનું જાણવા મળે છે. મનપાનાં કમિશ્નર તરીકે પ્રભવ જાેષીએ ચાર્જ સંભાળતાની જ સાથે આજે સવારે 11.15 કલાકે એક મહત્વની બેઠક કોર્પોરેશનમાં બોલાવવામાં આવી હતી. અને આ બેઠકમાં ખાસ કરીને જુદા જુદા વિભાગની કામગીરી તેમજ જૂનાગઢ શહેરની વર્તમાન સ્થિતિ તેમજ રસ્તા સહીતનાં પ્રશ્ને તેમજ ચોમાસુ નજીક આવી રહયુ છે ત્યારે પ્રિમોન્સુનની કામગીરી તેમજ અન્ય કામગીરી સબબ મહત્વની સુચનાઓ જારી કરવામાં આવી હોવાનું મનાય છે. |


