જીલ્લા ટ્રાફિક શાખા દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા ખંભાળિયા વિસ્તારમાં ટ્રાફિક ફૂટ પેટ્રોલિંગ

ટ્રાફિક નિયમોની જાણકારી મળે તે અંગે ટ્રાફિક રૂલ્સ અંગે પત્રિકા વિતરણ કરાઈ

જીલ્લા ટ્રાફિક શાખા દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા ખંભાળિયા વિસ્તારમાં ટ્રાફિક ફૂટ પેટ્રોલિંગ

(પ્રતિનિધિ દ્વારા)
ખંભાળીયા/ દ્વારકા તા.19
મે.પો.અધીક્ષક જયરાજસિંહ વાળાનાઓની સુચના મુજબ અને ના.પો.અધિ.મીત રૂદલાલ ઇન્ચાર્જ ખંભાળીયા વિભાગ, ખંભાળીયાનાઓના સુપરવિઝન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખા, દેવભૂમિ દ્વારકાના ઇન્ચાર્જ પો.સબ.ઈન્સ. જે.બી. જાડેજાનાઓએ ટ્રાફિક ટીમ સાથે ખંભાળિયા ટાઉનમાં મધ્ય બજાર તથા ભીડ ભાડ વાળા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલ તથા સાકડા રસ્તા ઉપર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે દુકાનદારોને તથા તેના ગ્રાહકોને યોગ્ય રીતે વાહન પાર્ક થાય તે અંગે સમજ કરવામાં આવેલ તથા ટ્રાફિક રૂલ્સ અંગે ટ્રાફિક નિયમોનું  પાલન થાય તે હેતુથી ટ્રાફિક રૂલ્સ અંગે પેમ્પલેટ વિતરણ તથા સ્ટીકર લગાવવામાં આવેલ તથા ટ્રાફિક નિયમ ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવેલ હતી.