દેશને નુકશાન પહોંચાડનાર તત્વોની 100 કલાકમાં કર્મ કુંડળી તપાસ કરવા રાજ્યની પોલીસને આદેશ કરતા પોલીસવડા

દેશને નુકશાન પહોંચાડનાર તત્વોની 100 કલાકમાં કર્મ કુંડળી તપાસ કરવા રાજ્યની પોલીસને આદેશ કરતા પોલીસવડા
Ahmedabad Mirror

દેશમાં ફરી એકવાર આતંકનો સળવળાટ શરૂ થયો છે. ગુજરાત, ફરીદાબાદ, ઉત્તરપ્રદેશમાંથી પકડાયેલા આતંકવાદીઓ અને દિલ્હીના બ્લાસ્ટ બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓ હાઈએલર્ટ પર છે. ત્યારે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયે ગઈકાલે સાંજે રાજ્યભરની પોલીસને આદેશ કર્યો છે કે, છેલ્લા ત્રણ દાયકા એટલે કે, છેલ્લા ત્રીસ વર્ષમાં દેશ વિરોધી પ્રવૃતિમાં પકડાયા હોય તેવા આરોપીઓની ફેર તપાસ કરો અને તે હાલ ક્યાં છે? શું કરે છે? જેવી વિગતોનું નવું અપડેટ ડોઝીયર તૈયાર કરી 100 કલાકમાં મોકલી આપવા જણાવ્યું છે.