જમ્મુ-કાશ્મીર માં જૈશના 4 આતંકી ઘેરાયા ઉધમપુર માં એનકાઉન્ટર, એક જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં તા.19 સપ્ટેમ્બર (શુક્રવારે) મોડી રાતે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણની સ્થિતિ સર્જાઈ હતી. બાતમીના આધારે બસંતગઢના પહાડોમાં જૈશના ત્રણથી ચાર આતંકીઓને ઘેરી લેવાય હતા . આ દરમિયાન સામ-સામેથી ભારે ગોળીબાર ચાલુ થયો હતો. આ ગોળીબાર દરમ્યાન એક સૈન્ય જવાન ઈજાગ્રસ્ત થયો હતો જે હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહીદ થયો.


