વકફ કાનુન અંગે સુપ્રિમ કોર્ટનો વચગાળાનો આદેશ : કેટલીક જાેગવાઈઓ પર સ્ટે

સમગ્ર વકફ કાયદા પર સ્ટે મુકવાનો સુપ્રિમ કોર્ટનો ઈન્કાર : હિન્દુ અને મુસ્લીમ બન્ને પક્ષકારોએ ચુકાદાને આવકાર્યો : કલેકટર વફકની જમીન અંગે નિર્ણય નહીં લઈ શકે

વકફ કાનુન અંગે સુપ્રિમ કોર્ટનો વચગાળાનો આદેશ : કેટલીક જાેગવાઈઓ પર સ્ટે

(એજન્સી)     નવી દિલ્હી તા.૧પ
દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ચર્ચામાં રહેલા વકફ કાયદા સુધારા અંગેના કેસમાં સર્વોચ્ચ અદાલતે આજે તેનો વચગાળાનો ચુકાદો જાહેર કર્યો છે. જેમાં સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા કાયદાની કેટલીક જાેગવાઈઓ પર સ્ટે આપ્યો છે. જાેકે, સર્વોચ્ચ અદાલતે સંપૂર્ણ કાયદા પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે. એકંદરે સુપ્રિમ કોર્ટના આ ચુકાદાથી મુસ્લીમ પક્ષને ઘણી રાહત થઈ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સુપ્રિમ કોર્ટે તેના વચગાળાના ચુકાદામાં નવા કાનુનની કેટલીક જાેગવાઈમાં પર સ્ટે આપ્યો છે, તેમાં કલેકટરને સંપત્તિનો અધિકાર નક્કી કરવાના અધિકાર પર સ્ટે મુકી દીધો છે.તેમજ પાંચ વર્ષ સુધી પ્રેક્ટિસીંગ મુસ્લીમ ના નિયમને રદ્દ કરી નાંખ્યો છે. મુસ્લીમ વ્યક્તિ જ વકફ બોર્ડના સભ્યો હોવા જાેઈએ તેવી ખાસ નોંધ કરી છે. તેમજ વકફ બોર્ડના ૧૧ સભ્યોમાંથી વધુમાં વધુ ત્રણ જ ગેર મુસ્લીમ સભ્યો રહી શકે છે. સુપ્રીમ કોર્ટે વકફ કાનુનના અનુચ્છેદ ૩૭૪ પર રોક લગાવી દીધી છે. 
તેટલું જ નહીં જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી વકફ બોર્ડના ચીફ એકજીકયુટીવ ઓફિસ મુસ્લીમને જ બનાવવા જાેઈએ તેવું જણાવ્યું છે. તેમજ અન્ય એક મહત્વની કાયદાકીય જાેગવાઈને રદ્દ કરી છે જેમાં કાયદેસરના વકફ પર સરકારી અધિકારીના રીપોર્ટની હાઈકોર્ટમાંથી મંજુરી જરૂરી છે. હાઈકોર્ટની સ્વીકૃતિ વિના વકફ સંપત્તિના માલિકીપણામાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. તેમજ સરકારી અધિકારી હાઈકોર્ટનો ચુકાદો નહીં આવે ત્યાં સુધી વિવાદીત સંપતિ પર કોઈ ત્રીજા પક્ષનો અધિકાર સ્થાપિત કરી શકશે નહીં.જાેકે અત્યાર સુધી સદીઓ  જુની જમીન કે જેના વકફ પાસે દસ્તાવેજ નથી પરંતુ આજના ચુકાદાથી સુપ્રિમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જે જુની પ્રોપર્ટી છે તેના પર નવો કાયદો લાગુ નહીં પડે. સુપ્રિમ કોર્ટેના આ ચુકાદાનું ઓલ ઈન્ડિયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડે સ્વાગત કર્યું છે. મુસ્લીમ પર્સનલ લો બોર્ડે તેની પ્રથમ પ્રતિક્રિયામાં એવું જણાવ્યું છે કે, મુસ્લીમ પક્ષને મહદઅંશે રાહત મળી ગઈ છે.  
બીજી તરફ હિન્દુ પક્ષકારોના વકીલ અશ્વિની ઉપાધ્યાયે પણ સુપ્રિમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું છે અને કહ્યું છે કે, જે નવી બાબતો આવશે તેના પર કલેકટર નિર્ણય લઈ શકશે. તેમજ સ્ટે માંગવામાં આવેલ ૧રમાંથી ૧૧ મુદ્દા પર સુપ્રિમ કોર્ટે સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે. જાેકે, હિન્દુ અને મુસ્લીમ બન્ને પક્ષકારોએ સુપ્રિમ કોર્ટના વચગાળાના આદેશનું સ્વાગત કર્યું છે. બંને પક્ષકારોએ એવી વાત પણ કરી છે કે, સુપ્રિમ કોર્ટના ચુકાદાની નકલ મળ્યા બાદ તેઓ કઈ વધુ કહી શકશે. 
સુપ્રિમ કોર્ટના સિનીયર વકીલોએ ચુકાદાનું પ્રાથમીક અવલોકન કર્યું છે. તેમના જણાવ્યા મુજબ સુપ્રિમ કોર્ટે વકફ સુધારા અધિનિયમ ૨૦૨૫ની જોગવાઈ પર રોક લગાવી દીધી છે, જે મુજબ વકફ બનાવવા માટે વ્યક્તિએ ૫ાંચ વર્ષ સુધી ઇસ્લામના અનુયાયી હોવા જરૂરી હતું. આ જોગવાઈ ત્યાં સુધી સ્થગિત રહેશે, જ્યાં સુધી રાજ્ય સરકારો કોઈ વ્યક્તિ ઇસ્લામના અનુયાયી છે કે નહીં એ નક્કી કરવા માટે નિયમો ન બનાવે. કોર્ટે વકફ સુધારા કાયદાની જોગવાઈ પર સ્ટે આપ્યો છે, જે સરકાર દ્વારા નિયુક્ત અધિકારીને નક્કી કરવાનો અધિકાર આપે છે કે વકફ મિલકતે સરકારી મિલકત પર અતિક્રમણ કર્યું છે કે નહીં ? સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો કે શક્ય હોય ત્યાં સુધી વકફ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી મુસ્લિમ જ હોવા જોઈએ, સાથે જ બિનમુસ્લિમોને સીઈઓ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપતા સુધારા પર રોક લગાવવાનો પણ ઇનકાર કર્યો છે.