પશ્ચિમ બંગાળ-ઓરીસ્સામાં ૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે મોન્થા વાવાઝોડુ ત્રાટકવાની ચેતવણી

પશ્ચિમ બંગાળ-ઓરીસ્સામાં ૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે મોન્થા વાવાઝોડુ ત્રાટકવાની ચેતવણી

(એજન્સી)   નવી દિલ્હી તા.૨૭:
ચાલુ સિઝનનું પહેલું વાવાઝોડું મોન્થા બંગાળની ખાડીમાં વિકસિત થયું છે. તે દરિયાકાંઠાના રાજ્યો, ખાસ કરીને ઓડિશા અને આંધ્રપ્રદેશમાં મંગળવારે મોડી રાત્રે ૯૦-૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે. નોંધનીય છે કે મોન્થા આંધ્રપ્રદેશના કાકીનાડાથી આશરે ૮૩૦ કિલોમીટર અને રવિવારે મોડી રાત્રે ઓડિશાના ગોપાલપુરથી ૯૩૦ કિલોમીટર દૂર હતું. સાયક્લોન ટ્રેકર વેબસાઇટ ર્ઢર્દ્બ.ીટ્ઠિંર અનુસાર, વાવાઝોડું ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. ઓડિશા સરકારે સંવેદનશીલ વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે, આઠ જિલ્લાઓમાં ૧૨૮ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમો તૈનાત કરી. આંતરરાષ્ટ્રીય હવામાન વિભાગ એ બંગાળની ખાડીમાં ઊંડા દબાણને કારણે આગામી સવાર સુધીમાં ચક્રવાતી તોફાન બનવાની આગાહી કરી છે. ૯૦ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું મોન્થાની ગતિ વધી રહી છે, હવામાન વિભાગે ચિંતાજનક અપડેટ જાહેર કરતા પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, તમીલનાડુના દરિયા કિનારા વિસ્તારમાં રહેતા લોકો ઘર છોડીને સલામત સ્થળે સ્થળાંતર કરી રહ્યા છે.  મોન્થા ચક્રવાતનો ખતરો વધી રહ્યો છે. તે ટૂંક સમયમાં પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. આગામી ૨૪ કલાકમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. જોકે તે દરિયાકાંઠાથી દૂર છે, તેની અસરો પહેલાથી જ દેખાઈ રહી છે. ઘણા રાજ્યોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે.