સાવધાન! બંગાળની ખાડીમાં આવી શકે છે કે ભીષણ વાવાઝોડું ગુજરાત સહિત અનેક રાજ્યોને લેશે લપેટમાં!
(સંપૂર્ણ સમાચાર સેવા) નવી દિલ્હી, તા.૨૦
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) એ કહ્યું કે આ વર્ષે મોનસૂનની વાપસી સમયસર થઈ શકશે નહીં કારણ કે બંગાળની ખાડી ઉપર એક નવી મૌસમી સિસ્ટમ બની રહી છે. IMD એ કહ્યું કે તેના કારણે એક નવું તોફાન આવી શકે છે અને મહારાષ્ટ્રથી લઈને મધ્ય ભારતના અનેક ભાગો અને પૂર્વ ભારતમાં વરસાદનો લાંબો દોર ફરીથી શરૂ થઈ શકે છે.
આ કારણે દક્ષિણ પશ્ચિમ મોનસૂનની વાપસીમાં પણ વિલંબ થઈ શકે છે. સામાન્ય રીતે ૧૫ સપ્ટેમ્બરથી દક્ષિણ પશ્ચિમ મોનસૂન વાપસી કરવા લાગે છે. IMD એ એમ પણ કહ્યું કે આ મૌસમી સિસ્ટમના કારણે આગામી અઠવાડિયે અનેક રાજ્યોમાં વરસાદનો દોર ફરીથી શરૂ થઈ શકે છે. જેના કારણે દશેરા અને નવરાત્રીનો ઉમંગ ફિક્કો પડી શકે છે. IMD એ પશ્ચિમ બંગાળના અનેક ભાગોમાં આગામી અઠવાડિયે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગે ગુરુવારે બહાર પાડેલી નવી આગાહીમાં ૨૫ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર વચ્ચે એકવાર ફરીથી વરસાદનો દોર ચાલુ રાખવાના સંકેત આપ્યો છે. IMDએ કહ્યું કે નવી મૌસમી સિસ્ટમના કારણે મધ્ય ભારત અને એટલે સુધી કે ઉત્તર પશ્ચિમ ભારતના મોટા હિસ્સામાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે. IMDના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આગામી અઠવાડિયે મધ્ય અને ઉત્તરી પ્રાયદ્વીપીય ભારત ખાસ કરીને ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, પૂર્વી રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના મોટાભાગના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
તેમણે કહ્યું કે આ સમયગાળા દરમિયાન મધ્ય અને પ્રાયદ્વીપીય ભારતમાં સામાન્યથી વધુ અને ઉત્તર પશ્ચિમ તથા પૂર્વ ભારતના મોટાભાગના ભાગોમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે.
અત્રે જણાવવાનું આગામી અઠવાડિયાના પહેલા દિવસથી જ નવરાત્ર શરૂ થઈ રહ્યા છે. જે બે ઓક્ટોબરના રોજ દશેરાના તહેવારે પૂરી થશે. આ દરમિયાન દેશના અનેક ભાગોમાં ભારે વરસાદના કારણે દશેરાની ઉજવણીમાં વિધ્ન પડી શકે છે.


