નાના વેપારીઓને જીએસટી ર્વાષિક રિટર્ન ભરવામાંથી મુક્તિ

નાના વેપારીઓને જીએસટી ર્વાષિક રિટર્ન ભરવામાંથી મુક્તિ

(એજન્સી)         મુંબઈ,તા.૨૦ :
સેન્ટ્રલ બોર્ડ ઇન્ડિરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઇસી) દ્વારા નાના વેપારીઓ માટે રાહતના 
સમાચાર આપવામાં આવ્યા છે. જે મુજબ રૂ.ર કરોડ સુધીનું ટર્ન ઓવર ધરાવતા નાના વેપારીઓને હવે ર્વાષિક રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
સીબીઆઈસીના જાહેરનામા મુજબ સત્તાવાર જીએસટી કાઉન્સિલની ભલામણ મુજબ સીજીએસટી એક્ટ ૨૦૧૭ની કલમ ૪૪(૧)ની જોગવાઇ મુજબ નોંધાયેલા વેપારી (વ્યક્તિ) કે જેનું કુલ ટર્નઓવર કોઇ પણ નાણાંકીય વર્ષમાં હોય તેને તે વર્ષના ર્વાષિક રિટર્ન (જીએસટીઆર૯) ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.
૧૭મી સપ્ટેમ્બરે સીબીઆઇસીના શિશન કુમારે બહાર પાડેલા આ જાહેરનામાં ૨૦૨૪-૨૫થી આગળ, ર્વાષિક રિટર્ન ફાઇલ કરવા સંબંધમાં રજાસ્ટ્રિિડ વ્યક્તિ કે જેનું કોઈપણ નાણાંકીય વર્ષમાં સંકલિત ટર્ન ઓવર રૂા.૨ કરોડ સુધીનું છે તેને તે નાણાંકીય વર્ષ માટે ર્વાષિક રિટર્ન ફાઇલ કરવામાંથી મુક્તિ આપે છે. જે કરદાતાની ર્વાષિક આવક રૂા.૨ કરોડ ઉપરાંત છે, તેને રિટર્ન ફાઇલ અને ઈનપુટ ટેક્સ ક્રેડિટની માહિતી હોય છે. જે નાણાંકીય વર્ષ બાદની તા.૩૧મી ડિસેમ્બર સુધીમાં ફાઇલ કરવાનું હોય છે. ર્વાષિક રિટર્નમાં વેચાણ, ખરીદી, કર ચૂકવણી કરવું પડશે.