મોંઘવારી બેફામ : ભારતીય પરિવારોનો ત્રિમાસીક ખર્ચ ૩૩ ટકા વધ્યો
(એજન્સી) નવી દિલ્હી,તા.૧૦:
મોંઘવારી દરરોજ કુદકે ને ભુસકે વધી રહી છે, જેની અસર દેશના સામાન્ય પરિવારોના ખર્ચ પર પણ પડી રહી છે. ભારતમાં આ વર્ષે એટલે કે ૨૦૨૫માં સામાન્ય પરિવારોના ત્રિમાસિક ખર્ચમાં ૩૩ ટકાનો વધારો થયો છે, જે ૫૬,૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે. શહેરી અને ગ્રામીણ ભારતમાં ગ્રાહક વર્તણૂક પર ન્યુમેરેટર દ્વારા વર્લ્ડપેનલના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, શહેરી વિસ્તારોમાં સ્થાયી થયેલા પરિવારોના ઘર ખર્ચમાં દર વર્ષે રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. જોકે, ગ્રામીણ વિસ્તારોમાં પણ ઉછાળો આવ્યો છે.


